________________
ઉત્તર : જે આત્માઓ જે પ્રકારનું સૂત્ર બોલે તેના કરતાં વિધિના
વિપર્યયવાળી પ્રવૃત્તિમાં વર્તે, ત્યારે તેમની સેવા પ્રકારની પ્રવૃત્તિ જોઈને બીજા જોનારાઓના મનમાં એવો ભાસ થાય કે આ ક્રિયા આ પ્રમાણે જ કરાતી હશે. એમ આ અનુષ્ઠાનમાં જોનારા એવા પરને મિથ્યાત્વબુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા તે અનુષ્ઠાન લૌકિક મૃષાવાદ કરતાં પણ અતિભયંકર છે. તેથી ગ્રંથકારશ્રીએ તે અનુષ્ઠાનને મૃષાવાદ ન કહેતાં મહામૃષાવાદ કહ્યું છે. અને તેથી જ તેવા આત્માઓનું આ અનુષ્ઠાન નિષ્ફળ જ છે એમ નહિ પરંતુ વિપરીત ફળને આપનારું બને છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે જે આત્માઓ મૂળસૂત્રમાં સ્થિર-મૌન-એકાગ્ર રહેવાની કાઉસ્સગ્ન સંબંધી પ્રતિજ્ઞા કરીને સ્થાનાદિયોગોમાં પ્રયત્નવિશેષ નથી કરતા. તેઓની ક્રિયામાં વિધિવિપર્યયવાળી પ્રવૃત્તિ હોવાથી પોતાના માટે તો ઈષ્ટફળ આપવામાં નિરર્થક નિષ્ફળ) બને છે. તથા તેમની સેવા પ્રકારની ચેષ્ટા જોઈને બીજા જોનારાઓને પણ આ ધર્મક્રિયા આ પ્રમાણે જ કરાતી હશે. એમ પરમાં પણ અનુષ્ઠાનવિધિના વિપર્યયવાળી મિથ્યાત્વબુદ્ધિ ઉત્પન્ન કરનાર બનવાથી ખોટી પરંપરા ચલાવવાના નાયક બનવાથી ઉત્સુત્ર-ઉન્માગદિના પોષક બનવાથી લૌકિક અસત્ય કરતાં પણ આ અસત્ય અતિશય ગુરુ છે (ભારે છે), ચીકણાં કર્મ બંધાવનારું છે. તેથી મહામૃષાવાદ છે અને મોક્ષફળ ન આપતું હોવાથી નિષ્ફળ તો છે પરંતુ તેનાથી ઊલટું, સંસારભ્રમણ વધારનારું હોવાથી વિપરીત ફળને આપનારૂં છે.
જે આત્માઓ સ્થાનયોગ-ઉર્ણયોગાદિથી શુદ્ધાનુષ્ઠાન કરતા હોય પરંતુ ઐહિક કીર્તિ (આ ભવમાં યશ-કીર્તિ-પ્રતિષ્ઠા) આદિની ઈચ્છા વડે આ અનુષ્ઠાન કરે છે. અથવા આમુમ્બિક (પરલોકમાં) સ્વગદિકની વિભૂતિની ઈચ્છાદિથી આ અનુષ્ઠાન કરે છે તે આત્માઓનું પણ આ
અનુષ્ઠાન મોક્ષાર્થક માટેની પ્રતિજ્ઞાથી કહેવાયેલું હોવા છતાં પણ વિપરીતાર્થપણા વડે કરાતું છતું વિષ અને ગરાનુષ્ઠાનની અંતર્ગત થવાના કારણે મહામૃષાવાદનું અનુબંધી હોવાથી વિપરીત ફળવાળું જ છે ||
/ શ્રી ગોગવિંશિકા ૬૪ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org