SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ “अथवा" = इति दोषान्तरे तच्चैत्यवन्दनानुष्ठानं महामृषावादः "स्थानमौनध्यानैरात्मानं व्युत्सृजामि" (ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि) इति प्रतिज्ञया विहितस्य चैत्यवन्दनकायोत्सर्गादेः स्थानादिभने मृषावादस्य स्फुटत्वात्, स्वयं विधिविपर्ययप्रवृत्तौ परेषामेतदनुष्ठाने मिथ्यात्वबुद्धिजननद्वारा तस्य लौकिक मृषावादादतिगुरुत्वाच्च, तथा च विपारीतफ्लं तेषामेतदनुष्ठानं सम्पन्नम्। येऽपि થાનકિશુદ્ધ મહિલ્ટીસ્વંદ્વીચ્છISSमुष्मिकस्वर्लोकादिविभूतीच्छया वैतदनुष्ठानं कुर्वन्ति, तेषामपि मोक्षार्थकप्रतिज्ञया विहितमेतत्तद्विपरीतार्थतया क्रियमाणं विषगरानुष्ठानान्तर्भूतत्वेन महामृषावादानुबन्धित्वाद् विपरीतफलमेवेति । અથિિદ યોગો જેનામાં નથી અને સ્થાનાદિ પ્રાથમિક યોગોમાં પણ જે આત્માનો પ્રયત્નવિશેષ નથી તેવા આત્માઓ વડે કરાતું આ ચૈત્યવંદનાદિ ધમનિષ્ઠાન અસાર-તુચ્છ-ઉપયોગશૂન્ય હોવાથી ઈષ્ટફળને આપવાને આશ્રયી નિષ્ફળ છે. એમ એક દોષ અવતરણિકામાં કહ્યા મુજબ બતાવીને હવે “સથવા” શબ્દથી શરૂ થતા પાઠમાં બીજો દોષ બતાવે છે. એટલે અથવા શબ્દ દોષાન્તર બતાવવા માટે છે. તે બીજો દોષ એ છે કે આવા આત્માઓ વડે કરાતું, તે ચૈત્યવંદનાનુષ્ઠાન મહામૃષાવાદ છે. ચૈત્યવંદનાનુષ્ઠાન કરતી વખતે ચારે સ્તુતિઓમાં બોલાતા અન્નત્થ સૂત્રમાં “ઠાણેણં મોણેણં, ઝાણેણં અપ્રાણું વોસિરામિ” પાઠ બોલવાપુર્વક કાઉસ્સગ્ન કરતાં પહેલાં પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે હું કાઉસ્સગમાં એક જ સ્થાને ઊભો રહીશ, મૌનપણે ઊભો રહીશ, એક જ ધ્યાને ઊભો રહીશ. આ રીતે એક જ સ્થાન-મૌન-ધ્યાન આચરવાપૂર્વક મારા આત્માને વોસિરાવું છું. તમારા આત્માની તમામ ચેષ્ટાઓ ત્યજી દઉં છું.) આવી પ્રતિજ્ઞા વડે કરાયેલા ચૈત્યવંદનસંબંધી કાયોત્સગદિમાં સ્થાનાદિ યોગો સાચવવા જોઈએ. તેને બદલે આવી પ્રતિજ્ઞા કરીને જો સ્થાનાદિ યોગોમાં પ્રયત્નવિશેષ કરવામાં ન આવે તો સ્થાનાદિ યોગોનો ભંગ થયે છતે બોલીએ કંઈ અને આચરીએ કંઈ એ રીતે મૃષવાદપણું સ્પષ્ટ જણાય છે. પ્રશ્ન : બોલવા કરતાં આચરણ ભિન્ન હોવાથી મૃષાવાદ કહીએ તે બરાબર છે. પરંતુ મૂળશ્લોકમાં “મહામૃષાવાદ” કહ્યું છે. તેની પાછળ ગ્રંથકારશ્રીનો આશય શું છે? શ્રી યોગવિંશિક ૬૩ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy