________________
ધમનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. એટલે પરંપરાએ પણ મોક્ષફળદ બને છે.
અWયોગ અને આલંબનયોગ એ જ્ઞાનયોગ હોવાથી ઉપયોગપૂર્વકની ક્રિયા હોવાથી ભાવચૈત્યવંદનસ્વરૂપે હોવાથી અમૃતાનુષ્ઠાન બનવાના કારણે અનંતરપણે પરમકલ્યાણ (મોક્ષફળ)ને આપનાર બને છે. અને અર્થ તથા આલંબનયોગ રહિત માત્ર સ્થાન - ઉયોગવાળાઓની ધર્મક્રિયા ક્રિયાયોગ હોવાથી તહેતુ અનુષ્ઠાન બનવાના કારણે કાળાન્તરે ભાવચૈત્યવંદન થવા દ્વારા પરંપરાએ સ્વફળસાધક (મોક્ષફળસાધક) બને છે.
અમૃતાનુષ્ઠાન અનંતરપણે મોક્ષફલદાયક બને છે. અને તદ્ધત અનુષ્ઠાન પરંપરાએ મોક્ષફળદાયક બને છે. I પ્રથમના ચારે યોગવાળાનું અનુષ્ઠાન જ્ઞાનયોગમય હોવાથી ભાવચૈત્યવંદનરૂપ છે તેથી અમૃતાનુષ્ઠાન બને છે. અને માત્ર પ્રથમના બે યોગવાળા આત્માઓ પાછળના બે યોગની સ્પૃહાવાળા હોવા છતાં જ્ઞાનયોગ ન હોવાથી દ્રવ્યક્રિયા સ્વરૂપ હોવાથી ભાવક્રિયાનો હેતુ હોવાથી તદ્ધતુ, અનુષ્ઠાન બને છે. જે પરંપરાએ મોક્ષફળદાયક બને છે.
સારાંશ કે અમૃતાનુષ્ઠાન તાત્કાલિક ફળદાયક બને છે અને તહે, અનુષ્ઠાન પરંપરાએ ફળદાયક બને છે.
"स्थानादियलाभावे च तच्चैत्यवंदनानुष्ठानमप्राधान्यरूपद्रव्यतामास्कन्दन्निष्फलं वा स्यादिति लेशतोऽपि स्थानादियोगाभाववन्तो नैतत्प्रदानयोग्या इत्युपदिशन्नाह :
જે આત્માઓમાં સ્થાનાદિ યોગોનો પણ પ્રયત્નવિશેષ નથી. તેવા આત્માઓનું તે ચૈત્યવંદનસૂત્રોનું અનુષ્ઠાન અત્યન્ત અપ્રધાનરૂપ= અસારરૂપ બને છે. અર્થાત્ અસાર બન્યું છતું નિષ્ફળ જ થાય છે. માટે લેશથી પણ સ્થાનાદિ યોગો જેનામાં નથી તેવા આત્માઓ આ ચૈત્યવન્દનાદિ સૂત્રો આપવાને માટે ભણાવવા માટે અયોગ્ય છે. એમ ઉપદેશ આપતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે -
इहरा उ कायवासिय-पायं अहवा महामुसावाओ । ता अणुरूवाणं चिय, कायव्वो एयविन्नासो ।। १२ ।।
/ શ્રી યોગવિશિા ૬૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org