________________
નથી. માટે મૂળગાથામાં સાપાય યોગવાળાના વ્યચ્છેદ માટે પ્રાયઃ શબ્દ ગ્રહણ કર્યો છે, એમ અર્થ જાણવો ।
अर्थालम्बनयोगाभाववतामेतच्चैत्यवन्दनसूत्रपदपरिज्ञानं “ स्थानादिषु
“તરેષાં’’
यत्नवतां” = गुरुपदेशानुसारेण विशुद्धस्थानवर्णोद्यमपरायणानामर्थालम्बनयोगयोश्च तीव्रस्पृहावतां परं केवलं श्रेयः, अर्थालम्बनयोगाभावे वाचनायां प्रच्छनायां परावर्तनायां वा तत्पदपरिज्ञानस्यानुप्रेक्षाऽसंवलितत्त्वेन " अनुपयोगो द्रव्यम्" इति कृत्वा द्रव्यचैत्यवन्दनरूपत्वेऽपि स्थानोर्णयोगयलातिशयादर्थालम्बनस्पृहालुतया च तद्धेत्वनुष्ठानरूपतया भावचैत्यवन्दनद्वारा परम्परया स्वफलसाधकत्वादिति भावः || ૧૧ ||
=
અર્થયોગ અને આલંબનયોગ જેમને પ્રાપ્ત નથી થયો એવા માત્ર સ્થાન અને ઉર્ણયોગવર્તી જે જીવો તે પ્રથમ કહેલા જીવોથી ઇતર.
=
અર્થ અને આલંબનયોગના અભાવવાળા અન્ય આત્માઓનું આ ચૈત્યવંદનસૂત્રોનું પદજ્ઞાન પણ પરમકલ્યાણ કરનાર બને છે. કારણ કે ગુરુભગવન્તોના ઉપદેશને અનુસારે સ્થાનાદિ (સ્થાન અને ઉર્ણ) યોગોમાં પૂરેપૂરો યથાર્થ પ્રયત્નવાળા તથા નિર્મળ (વિશુદ્ધ) આસન અને શુદ્ધ વર્ણોચ્ચારનો ઉદ્યમ કરવામાં પરાયણ, તથા મારામાં અર્થ અને આલંબનયોગ ક્યારે આવે ? એવી અર્થ અને આલંબનયોગની તીવ્ર સ્પૃહાવાળા મહાત્માઓને પ્રથમના બે યોગ માત્ર હોવા છતાં વિશુદ્ધ એવું સૂત્રોનું પદજ્ઞાન પણ પરમકલ્યાણ કરનાર બને છે.
અર્થજ્ઞાન ન હોવાથી જ્ઞાનયોગ નથી. એટલે ચૈત્યવંદનાદિ સૂત્રોનું ઉચ્ચારણ કરતાં અર્થરમણતા, એકાગ્રતા, ઉપયોગશીલતા નથી. માટે જ અર્થયોગ અને આલંબનયોગના અભાવમાં પણ ચૈત્યવંદનાદિ સૂત્રોની વાચના લેવામાં, પૃચ્છના કરવામાં અને વારંવાર તે તે મૂળ સૂત્રોનું ઉચ્ચારણ કરવારૂપ પરાવર્તના કરવામાં વર્તતું સૂત્રોના પદોનું જ્ઞાન અનુપ્રેક્ષા(ભાવના-ઉપયોગમયતા) રહિત હોવાથી ‘‘અનુપયોગો દ્રવ્યમૂ’” એ ન્યાયે આ ચૈત્યવંદનક્રિયા દ્રવ્યચૈત્યવંદનસ્વરૂપ હોવા છતાં પણ પોતાને પ્રાપ્ત થયેલ સ્થાનયોગ અને ઉર્ણયોગમાં અતિશય પ્રયત્ન વિશેષ હોવાથી અને અર્થયોગ તથા આલંબનયોગની સતત તીવ્રસ્પૃહાલુતા હોવાથી આ ॥ શ્રી યોગવિંશિક * ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org