________________
છે એમ પણ સમજાવ્યું. ઈચ્છાદિ યોગોના પૂર્વતરવર્તી ક્ષયોપશમભેદ એ કારણભેદ છે. અને પશ્ચાદ્દવર્તી અનુકંપાદિ ભેદો તે અનુભાવભેદો છે અત્િ કાર્યભેદો છે. આમ સમજાવ્યું. તે
આ પ્રમાણે સ્થાન - ઉર્ણ - અર્થ - આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારના સ્થાનાદિ યોગોમાં એકેક યોગની અંદર ઇચ્છા વગેરે (ઇચ્છા - પ્રવૃત્તિ - સ્થિરતા - અને સિદ્ધિ એમ) ચાર-ચાર ભેદો સંભવતા હોવાથી આ યોગવિષયક ૫ ૪ ૪ = ૨૦ ભેદો થાય છે. સ્થાનાદિ એકેક યોગમાં પ્રથમ ઇચ્છા, પછી પ્રવૃત્તિ, પછી સ્થિરતા, અને અંતે સિદ્ધિ એમ ચારે ભેદોનો સમાવેશ હોવાથી વીસ ભેદો થાય છે.
અહિ ટીકામાં “કશીતિએ” એમ લખ્યું છે. પરંતુ “વિંશતિવા:” એ પ્રમાણે પાઠ હોવો સંભવિત છે. કારણ કે સ્થાનાદિ પાંચમાં ઈચ્છાદિ ચાર ભેદો હોવાથી ૫ x ૪ = ૨૦ ભેદો થાય છે. પરંતુ શ્રદ્ધાદિ પૂર્વતરવર્તી કારણભેદ કે અનુકંપાદિ પશ્ચાદ્દવર્તી કાર્યભેદોનો આ ૨૦ની સાથે ગુણાકાર થતો નથી. કારણ કે પૂર્વતરવર્તી શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણા આદિ શબ્દથી અનુપ્રેક્ષા તથા ધ્યાન એમ છ-છ કારણભેદો છે. વળી યોપશમાત્મક કારણભેદ જે છે તે તરતમભાવે અસંખ્યાત ભેદાત્મક છે. માટે તેનો ગુણાકાર ૮૦ માટે સંભવતો નથી. એ અનુકંપાદિ (અનુકંપાદિ - નિર્વેદ - સંવેગ - શમત્વ) ચાર ભેદો (અનુભાવભેદો - કાર્યભેદો) છે. વીસને આ ચારે ગુણવાથી એંશીનો આંક બની શકે છે. પરંતુ તે કલ્પના યોગ્ય નથી. કારણ કે ઈચ્છાયોગનું કાર્ય અનુકંપા, પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ, સ્થિરતાયોગનું કાર્ય સંવેગ, અને સિદ્ધિયોગનું કાર્ય શમત્વ, એમ એકેક યોગના એકેક કાર્યભેદો છે પરંતુ એક ઈચ્છાયોગમાં અનુકંપાદિ ચાર કાર્યો જણાવેલ નથી. તેથી “વિંશતિ પદ હોવું સંભવિત લાગે છે. (છતાં આ વિષય વિશિષ્ટ કૃતજ્ઞ મહાત્માઓએ વિચારવો. તત્ત્વ કેવલિગમ્ય)
વળી નવમી ગાથાની ટીકામાં પણ “મતિ મેવો યો :” કહ્યું છે એમ બે વાર અતિ શબ્દ હોવાથી ટીકાકારશ્રી ૮૦ ભેદોવાળો યોગ જણાવતા હોય એમ દેખાય છે !
/ શ્રી યોગવિંશિક જ ૨૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org