________________
આ જ વાત ટીકાકારશ્રી વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે वस्तुतः केवलसम्यक्त्वलाभेऽपि व्यवहारेणेच्छादियोगप्रवृत्तेरेवानुकम्पादिभावसिद्धेः। अनुकम्पादिसामान्ये इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव न्यायसिद्धम् ।
अत एव शमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यलक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूर्येव लाभक्रमः, प्राधान्यान्चेत्यमुपन्यास इति सद्धर्मविंशिकायां प्रतिपादितम् ।। ८ ।।
વાસ્તવિકપણે વિચારીએ તો ફક્ત એકલા સમ્યક્તના લાભકાળે પણ (ચોથા ગુણઠાણે) વ્યવહારનયથી ઈચ્છાદિ યોગોની પ્રવૃત્તિ હોવાથી જે અનુકંપાદિ ભાવોની સિદ્ધિ થાય છે. કારણ કે સામાન્ય એવાં અનુકંપાદિ કાર્યોમાં સામાન્ય એવા ઈચ્છાદિ યોગોનું કારણ પણું જાણવું. તથા વિશેષ એવાં તે અનુકંપાદિ કાર્યોમાં વિશેષ એવાં ઈચ્છાદિયોગો કારણ જાણવા. આ જ વાત ન્યાયયુક્ત છે.
આ કારણથી જ સમ્યત્ત્વના ગુણસ્વરૂપ એવા શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતા એ પાંચેનો પ્રાપ્તિક્રમ પશાનુપૂર્વીએ (ઊલટા ક્રમે) થાય છે. સમ્યક્ત પ્રાપ્ત થતાંની સાથે જ પ્રથમ આસ્તિકતા ગુણ પ્રગટ થાય છે. મેં ત્યાર બાદ યોગ - સેવવાની ઈચ્છા પ્રબળ બને એટલે અનુકંપા આવે . યોગનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરે એટલે નિર્વેદ આવે યોગનાં કાર્યોમાં સ્થિર થાય એટલે સંવેગ આવે ! અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે શમત્વ પ્રાપ્ત કરે છે. આસ્તિક્તા એ સમ્યક્તની સાથે અવિનાભાવી છે. અને અનુકંપાદિ ચાર ગુણો ઈચ્છાદિ ચાર યોગોની સાથે અવિનાભાવી છે.
સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્તની સાથે આસ્તિકતા આવ્યા પછી જ્યારે મોક્ષના હેતુભૂત યોગસેવનની પ્રબળ ઈચ્છા થાય છે પરંતુ અંગવિકલતાના કારણે યોગસેવન થઈ શકતું નથી ત્યારે પણ સંસારી જીવોનાં બાહ્ય દુઃખો ટાળવાની અને સંસારથી તારવાની પરિણતિરૂપ દ્રવ્ય અને ભાવ બે પ્રકારની અનુકંપા પ્રગટ થાય છે. | સમ્યત્ત્વની પ્રબળતા અને અભ્યાસ વધતાં ઓગસેવનમાં જેમ જેમ પ્રવૃત્તિ થતી જાય છે તેમ તેમ તે પ્રવૃત્તિ યોગના કારણે સંસારની અસારતા-તુચ્છતા-નિર્ગુણતા ભાષિત થાય છે. એમ
0 શ્રી યોગવિંશિક ૨૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org