________________
અને જ્યારે દેશવિરતિ અથવા સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે વિશેષ અનુકંપાદિ કાર્યો પ્રગટ થાય છે. એટલે સામાન્યાનુકંપાદિ પ્રગટ થયેલાં હોવા છતાં પણ યોગના અનુભવથી સિદ્ધ થયેલાં એવાં વિશિષ્ટાનુકંપાદિ કાર્યો એ ઈચ્છાદિ યોગોનું કાર્ય છે એમ કહેવું તે કંઈ વિરુદ્ધ નથી. પ્રશ્ન : જો અનુકંપાદિ કાર્યો ઈચ્છાદિ યોગોનાં હોય અને ઈચ્છાદિ યોગો
અનુકંપાદિ કાયમાં હેતુ (કારણ) બનતાં હોય તો સમ્યગ્દષ્ટિ આત્માઓને ઈચ્છાદિ યોગો ન હોવા છતાં અનુકંપાદિ કાર્યો કેવી
રીતે પ્રગટ થયાં ? ઉત્તર : સમ્યગ્દષ્ટિને નિશ્ચયનયથી ઈચ્છાદિ યોગો ભલે નથી. પરંતુ
વ્યવહારનયથી તો અપુનર્બન્ધનાત્માથી પ્રારંભીને સમ્યગ્દષ્ટિ સુધીના તમામ જીવોને ઈચ્છાદિ યોગો હોય છે. અને ઇચ્છાયોગાદિ કારણો હોવાથી અનુકંપાદિ કાર્યો પણ હોય છે. પરંતુ તે કાલે જીવની ભૂમિકા ચારિત્રીયા જીવોની અપેક્ષાએ સામાન્ય હોય છે. તેથી ઇચ્છાદિ યોગો રૂપ કારણ પણ સામાન્ય અને અનુકંપાદિ કાર્ય પણ સામાન્ય હોય છે. તથા ચારિત્રીયા જીવોની ભૂમિકા વધુ શુદ્ધતર હોય છે તેથી ઇચ્છાદિ યોગોરૂપ કારણ પણ વિશિષ્ટ છે અને અનુકંપાદિ કાર્યો પણ વિશિષ્ટ છે. એવો અર્થ જાણવો તેથી પ્રવચનનાં વચનો સાથે આ ઉક્તિને કોઈ વિરોધ આવતો નથી. તથા નિશ્ચયનયથી અપુનર્બન્ધકથી સમ્યગ્દષ્ટિ સુધીના આત્માઓને ભલે ઇચ્છાદિ યોગો ન હોય એમ કહ્યું પરંતુ યોગબીજ હોય છે એમ કહ્યું છે. અર્થાત્ યોગબીજો એ અંશરૂપ યોગ છે. તેથી અંશરૂપ યોગ હોવાથી સામાન્ય અનુકંપાદિ કાર્યો હોઈ શકે છે. વ્યવહારનય અંશમાં અંશીનો ઉપચાર કરીને આ યોગબીજના કાળે બીજને જ પૂર્ણતાનો આરોપ કરીને ઇચ્છાદિ યોગો છે એમ કહે છે. માટે બંને નયોની અપેક્ષાએ સામાન્યથી યોગબીજો હોવાથી સામાન્ય અનુકંપાદિ માનવામાં કંઈ વિરુદ્ધ નથી. અને ચારિત્રીયા જીવોને વિશિષ્ટ-વિશિષ્ટતર ઇચ્છાદિ યોગો હોય છે માટે અનુકંપાદિ કાર્યો પણ વિશિષ્ટ વિશિષ્ટતર હોય છે એમ જાણવું.
I શ્રી યોગવિશિકા જ ૫૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org