________________
ભવ્યાત્માઓને એટલે કે મોક્ષગમનને યોગ્ય એવા અપુનર્બન્ધકાદિ આત્માઓને તથા ક્ષયોપશમયોતઃ = તે તે ઇચ્છાદિ યોગાત્મક કાર્યને ઉત્પન્ન કરે એવા અનુકૂળ વિચિત્ર પ્રકારના ક્ષયોપશમની સંપત્તિ પ્રાપ્તિ થવા વડે, પ્રસ્તુત એવા સ્થાનાદિ યોગની જ શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણાદિ (આદિ શબ્દથી અનુપ્રેક્ષા અને ધ્યાન)ના યોગથી ઇચ્છાદિ યોગો થાય છે.
આ યોગપ્રાપ્તિનો ક્ષયોપશમ ફક્ત ભવ્યજીવોને જ થાય છે. અને તે પણ અપુનબંધકાદિ વિશિષ્ટાવસ્થાને પામેલા ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવો, અને દીર્ઘસંસારી ભવ્યજીવોને આવા ક્ષયોપશમની પ્રાપ્તિ થતી નથી. કર્મબહુલતાના કારણે આવા જીવો દ્રવ્યસંયમ પાળી ભોગવાંછાઓના કારણે ત્રૈવેયક સુધી જાય છે. પરંતુ મોહનીયના ક્ષયોપશમજન્ય યોગદશાને પ્રાપ્ત કરતા નથી.
મોહનીયના ક્ષયોપશમથી શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણાદિ વધે છે. અને યોગ પ્રત્યેની શ્રદ્ધા-પ્રીતિ વધવાના કારણે ક્ષયોપશમ વધે છે. જેમ જેમ વિશિષ્ટ ક્ષયોપશમ થાય તેમ તેમ ઇચ્છાદિ યોગો પ્રગટ થાય છે.
“આ યોગોનું સ્વરૂપ આમ જ છે.” એવી જિનેશ્વરપ્રભુના શાસ્ત્રાનુસારી પ્રતિપત્તિ (વિશ્વાસ) તે શ્રદ્ધા, યથાશક્તિ યોગસેવન કરવામાં જે હર્ષ વિશેષ તે પ્રીતિ, યોગસેવન કાળે વિઘ્નો આવે તોપણ ડગે નહિ, ધૈર્ય રાખે તે ધૃતિ, વારંવાર સેવાતા યોગના સંસ્કારો પોતાનામાં દૃઢીભૂત કરે તે ધારણા, મારામાં કેટલી યોગદશા આવી, કેટલી બાકી, કેટલી ભૂલો છે, શું સુધારવા જેવું છે, ઇત્યાદિ ચિંતન તે અનુપ્રેક્ષા, તે તે સ્ખલનાઓ દૂર કરી યોગદશામાં એકાગ્ર થવું તે ધ્યાન. ઇત્યાદિ અધિક અધિક યોગદશા આવવાના યોગથી પ્રસ્તુત સ્થાનાદિયોગની ઇચ્છા-પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
સારાંશ કે “શ્રદ્ધાદિ આશય વિશેષોથી અભિવ્યય (પ્રગટ થતો) એવો ક્ષયોપશમ ભેદ એ જ ઇચ્છાદિયોગવિશેષમાં કારણ છે” એ ૫રમાર્થ = રહસ્ય છે.
શ્રદ્ધા-પ્રીતિ આદિ આશયવિશેષો (હૈયાના ભાવવિશેષો)થી ક્ષયોપશમનો આવિર્ભાવ થાય છે. અને તે ક્ષયોપશમવિશેષ વિશેષ વિશેષ ઇચ્છાદિ યોગોનું કારણ બને છે. । શ્રદ્ધા-પ્રીતિનું જેટલું બળ વધારે તેટલો 11 શ્રી યોગવિંશિકા ૨૪૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org