________________
एए य चित्तरूवा, तहा खओवसमजोगओ हुँति ।
तस्स उ सद्धापीयाइ, जोगओ भव्वसत्ताणं ।। ७ ।। શ્લોકાર્થ તે સ્થાનાદિ યોગની શ્રદ્ધા-પ્રીતિ આદિના સંયોગથી, તથા ક્ષયોપશમના ભેદોથી ભવ્યજીવોને આ ઈચ્છાદિ યોગો અનેકભેટવાળા હોય છે. || ૭ ||
“एए य त्ति" । एते च इच्छादयः “चित्ररूपाः" परस्परं विजातीयाः स्वस्थाने चासङ्ख्यभेदभाजः, तस्य तु अधिकृतस्य स्थानादियोगस्यैव श्रद्धा-इदमित्थमेवेति प्रतिपत्तिः, प्रीतिः = तत्करणादौ हर्षः, आदिना धृतिधारणादिपरिग्रहस्तद्योगतः "भव्यसत्त्वानां-मोक्षगमनयोग्यानामपुनर्बन्धकादिजन्तूनां, "तथाक्षयोपशमयोगतः" = तत्तत्कार्यजननानुकुलविचित्रक्षयोपशमसंपत्त्या भवन्ति इच्छायोगादिविशेषे आशयभेदाभिव्यङ्गः क्षयोपशमभेदो हेतुरिति परमार्थः ।
अत एव यस्य यावन्मात्रः क्षयोपशमस्तस्य तावन्मात्रेच्छादिसंपत्त्या मार्गे प्रवर्तमानस्य सूक्ष्मबोधाभावेऽपि मार्गानुसारिता न व्याहन्यत इति संप्रदायः || 9 ||
આ ઇચ્છાદિ ચારે યોગો ચિત્ર સ્વરૂપ છે. એટલે કે (૧) પરસ્પર વિજાતીય છે, અને (૨) પોતપોતાના સ્થાનમાં અસંખ્યભેદોને ભજવાવાળા
ચારિત્રમોહનીય અને વીર્યન્તરાય કર્મના ક્ષયોપશમથી આ યોગની પ્રાપ્તિ થાય છે. ઈચ્છાયોગ કરતાં પ્રવૃત્તિયોગમાં ક્ષયોપશમ વધારે હોય છે. તે જ રીતે ક્રમશઃ સ્થિરયોગ અને સિદ્ધિયોગમાં ક્રમશઃ ક્ષયોપશમ તીવ્ર તીવ્ર હોય છે. તેના કારણે ઈચ્છાદિ આ ચારે યોગ પરસ્પર વિજાતીય હીનાધિક ક્ષયોપશમવાળા હોય છે. તેથી જ ચિત્ર-વિચિત્ર સ્વરૂપવાળા છે. તથા ઈચ્છાયોગવાળા જીવોની ઇચ્છા પણ કોઈની મંદતમ, મંદતર, મંદ, મધ્યમતમ, મધ્યમતર, મધ્યમ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ ઈત્યાદિ અસંખ્ય ભેદવાળી હોય છે. તેથી ઈચ્છાદિ એકેક યોગો પણ પોતાનામાં ક્ષયોપશમ ભેદને લીધે અસંખ્યાતભેદ યુક્ત હોય છે. | આ પ્રમાણે ક્ષયોપશમના યોગથી ઈચ્છાદિ યોગો ‘ચિત્રસ્વરૂપવાળા” છે એ પદનો અર્થ ઈચ્છાદિ ચારે યોગો પણ પરસ્પર વિજાતીય (બિન-અધિકક્ષયોપશમવાળા) છે. અને એકેક યોગમાં પણ અસંખ્યાતભેદો છે.
/ શ્રી યોગવિશિષ્મ ૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org