________________
શ્રદ્ધાશૂન્યતા હોવાથી કાયોત્સગદિ, સૂત્રોચ્ચારાણાદિ યોગો અહંકાર-આસક્તિ આદિનું કારણ હોવાથી પ્રાયઃ અનર્થફળવાળા હોય છે. માટે આ યોગ નથી પરંતુ “યોગાભાસ” છે એમ જાણવું.
અહીં ટીકામાં પૂ. મહોપાધ્યાયજીએ “યોગાભ્યાસ” શબ્દ લખ્યો છે. તેથી એવો અર્થ પણ સંભવે છે કે સદ્બન્ધકાદિ અવસ્થામાં તાત્ત્વિક યોગ નથી. પરંતુ અપુનબંધકાદિની પૂર્વભૂમિકા હોવાથી યોગનો અભ્યાસકાળ વર્તે છે. જે દઢ-દઢતર થતા યોગાંશરૂપ બનતાં કાળાન્તરે યોગાત્મક બનશે. જેથી “યોગાભ્યાસ” શબ્દ પણ ઉચિત લાગે છે. અને યોગબિંદુ શ્લોક ૩૭૦માં આ ભૂમિકામાં અશુદ્ધપરિણામ હોવાથી પ્રાયઃ અહંકારાદિ અનર્થફળને આપનારો આ યોગ છે એટલે યોગ નથી પરંતુ યોગાભાસ = યોગનો આભાસ માત્ર છે એમ પણ અર્થ સંગત લાગે છે. અપેક્ષાએ વિચારીએ તો બંને સંગત લાગે છે. तत्त्वं तु केवलिगम्यम् तदेवं स्थानादियोगस्वामित्वं विवेचितम्, अर्थतेष्वेव प्रतिभेदानाहः
આ પ્રમાણે સ્થાનાદિ યોગોનું સ્વામિત્વ સમજાવ્યું. હવે આ સ્થાનાદિયોગોમાં જ તેના પેટા ભેદો ગ્રન્થકારશ્રી જણાવે છે :
"इक्कि को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्यो ।
इच्छा-पावित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए ।। ४ ।। શ્લોકાર્ધ - યોગસંબંધી શાસ્ત્રોમાં કહેલી નીતિને અનુસરે વળી આ સ્થાનાદિ એકેક યોગો અહીં તાત્ત્વિક રીતિએ ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર પ્રકારે જાણવો | ૪ |
“ધિયો ” ત્તિ ! “સત્ર” = થનાર “પુનઃ” -જ્ઞાન-વિમેમિધાનાપેક્ષા મૂઃ વૈશ્ચતુર્કી, “તત્ત્વતઃ” સમન કુવર પરમાર્થતઃ “સમયનીત્યા” = યોગશાસ્ત્ર- પ્રતિપવિતરિપ “-પ્રવૃત્તિ સ્થિર-સિદ્ધિ મેવતઃ” = રૂછ-પ્રવૃત્તિ- સ્થિાિનાશ્રિત્ય “મુળવ્યો” ત્તિ જ્ઞાતિવ્ય: | ૪ ||
અહીં મૂળશ્લોકમાં જે ય = વ શબ્દ છે તે પૂર્વશ્લોકમાં કહેલા ભેદની સાથે સમુચ્ચય કરનારો છે. પૂર્વશ્લોકમાં સ્થાન-ઉર્ણ એ બે કર્મયોગ અને અર્થ-આલંબન-નિરાલંબન એ જ્ઞાનયોગ એમ કર્મયોગ તથા જ્ઞાનયોગ
/ શ્રી યોગવિંશિક ૩૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org