________________
આ ઈચ્છાદિ ચાર ભેદોમાં ચારિત્રમોહનીય અને વીર્યન્તરાયનો ક્ષયોપશમ કારણ છે. તે ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર તરતમભાવે અસંખ્ય ભેદવાળો છે. માટે ઈચ્છાદિના પણ અસંખ્યભેદો છે. તથા શ્રદ્ધા-પ્રીતિ-ધૃતિ અને ધારણા વડે ક્ષયોપશમ વિવિધ થાય છે. ઈચ્છાદિનું કારણ ક્ષયોપશમ છે. અને ક્ષયોપશમનું કારણ શ્રદ્ધાદિ છે. (૧) આસ્થાવિશેષ તે શ્રદ્ધા, (૨) હર્ષવિશેષ તે પ્રીતિ, સ્થિરતાવિશેષ તે ધૃતિ, (૪) તન્મયતાવિશેષ તે ધારણા. આ ચારેથી વિચિત્ર ક્ષયોપશમ થાય છે. અને ક્ષયોપશમથી ઈચ્છાદિ થાય છે
ઈચ્છા - પ્રવૃત્તિ-સ્થિરતા-સિદ્ધિ આ ચારેમાં કારણો (ક્ષયોપશમ અને શ્રદ્ધા-પ્રીતિ-વૃતિ-ધારણાદિ) જણાવ્યાં. હવે કાર્યો જણાવે છે. આ ચારેનાં કાર્યો અનુક્રમે અનુકંપા-નિર્વેદ-સંવેગ અને પ્રશમભાવ છે. ઇચ્છાયોગનું કાર્ય અનુકંપા | પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ | સ્થિરતાયોગનું કાર્ય સંવેગ, અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમભાવ જાણવો !
યથાશક્તિ દુઃખી જીવોનાં દ્રવ્યદુઃખ અને ભાવદુઃખો દૂર કરવાની જે ઇચ્છા તે અનુકંપા | સંસારને સર્વથા નિર્ગુણ સમજીને બંદીખાનાની જેમ તેમાંથી નીકળવાની જે તમન્ના તે નિર્વેદ | મોક્ષ સુખની હાર્દિક જે રચિ-અભિલાષા તે સંવેગ | વિષયતૃષ્ણા અને ક્રોધાદિ કષાયોની જે ઉપશાન્તિ તે પ્રશમ I.
આ અનુકંપાદિ જોકે સમ્યક્તનાં પણ કાર્યો છે. પરંતુ સમ્યત્વકાલે ઈચ્છાયોગાદિ સામાન્ય હોય છે. માટે અનુકંપાદિ પણ સામાન્ય હોય છે. અને યોગીકાલે ઇચ્છાદિયોગો વિશેષ હોય છે. માટે અનુકંપાદિ વિશેષ હોય છે !
સમ્યક્તનાં કુલ લક્ષણો પાંચ છે. તેનો પ્રધાનતાની દૃષ્ટિએ શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્તા એ કમ છે. અને તેઓની પ્રાપ્તિની દષ્ટિએ પશ્ચાનુપૂર્વીએ ક્રમ જાણવો |
આ પ્રમાણે સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને નિરાલંબન એમ પાંચ યોગના ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ ચાર ચાર ભેદો થતાં ૨૦, અને તે વીશ ભેદોના પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ એમ ચાર ચાર
0 શ્રી યોગવિશિા ૧૩૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org