________________
વિષે જે સમવૃત્તિ તે સમતાયોગ। (૫) અન્યદ્રવ્યના સંયોગે થતી માનસિક અને કાયિક વૃત્તિઓનો ફરીથી ન આવે તે ભાવે તેનો નાશ કરવો તે વૃત્તિસંક્ષયયોગ । એમ બીજી રીતે પણ પાંચ યોગો છે ।
અધ્યાત્મયોગ અને ભાવનાયોગ આ બે યોગ સ્થાન ઉર્ણ-અર્થ એમ ત્રણ યોગમાં સમાવેશ પામે છે । આધ્યાન યોગ તે આલંબનયોગમાં સમાવેશ પામે છે । અને સમતા તથા વૃત્તિસંક્ષય યોગ છેલ્લા નિરાલંબનયોગમાં સમાવેશ પામે છે ! માટે આ બન્ને રીતે પાંચે પ્રકારના યોગો દેશ-સર્વ ચારિત્રવાળાને જ હોય છે !
પ્રશ્ન : જો દેશ-સર્વચારિત્રવાળાને જ સ્થાનાદિ યોગો હોય તો અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે ધર્મક્રિયા કરે તે તો નિષ્ફળ જ ગણાશે ?
ઉત્તર : એમ નથી - અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ એવા આ બે જીવોની ધર્મક્રિયા નિશ્ચયનયથી યોગનું બીજ છે. અને વ્યવહા૨નયથી યોગ છે. । નિશ્ચયનય તે તત્ત્વગ્રાહી છે. વ્યવહારનય ઉપચારગ્રાહી છે ।
સમૃદ્ધ્ધક અને દ્વિબંધક એવા મિથ્યાષ્ટિ જીવોમાં જે સ્થાનાદિયોગોની ક્રિયા છે. તે યોગ નથી કારણ કે અશુદ્ધભૂમિકા છે. પરંતુ યોગનો આભાસમાત્ર છે.
સ્થાનાદિ પાંચ યોગોના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદો છે । યોગી મહાત્માઓની કથા સાંભળવામાં અત્યંત પ્રીતિ, કથા કરનારાઓ પ્રત્યે ભક્તિ-બહુમાન, આવી કથાનો અભ્યાસ કરવામાં હર્ષવિશેષ તે ઇચ્છા। જીવનમાં ઉપશમભાવ કેમ વધે ? તે રીતે વીર્યવિશેષપૂર્વક યોગનાં તમામ અંગો સંભાળી સ્થાનાદિમાં જે પ્રવર્તવું તે પ્રવૃત્તિ । તે પ્રવૃત્તિમાં બાધક થતા દોષોને ટાળી નિરતિચાર પાલન તે સ્થિરતા । પોતાનામાં એવા અતિ ઉડ્ક્ટ ઉપશમભાવની પ્રાપ્તિ થાય કે જે પરાર્થસાધક બને - અર્થાત્ જેના સાનિધ્યથી ૫૨ પ્રાણી હિંસક હોવા છતાં પણ ઉપશાન્ત થઈ જાય તે સિદ્ધિ । એમ ઇચ્છાદિ ચારના અર્થો સમજવા ।
Jain Education International
// શ્રી યોગવિંશિકા ૨૦૧૩૭ //
For Private & Personal Use Only
www.jainelibrary.org