________________
"एयम्मि त्ति ।" एतस्मिन् ।' निरालम्बनध्याने लब्धे मोहसागरस्य दुरन्तरागादि માવસંતાનસમુદ્ર તર મવતિ | તતw “ળિ:” =
ક્ષ નિબૂઢા મવતિ, सा ह्यध्यात्मादियोग – प्रकर्षगर्भिताशयविशेषरूपा । एष एव सम्प्रज्ञातः समाधिस्तीर्थान्तरीयैः गीयते, एतदपि सम्यग्-यथावत् प्रकर्षण-सवितर्कनिश्चयात्मक त्वेनात्मपर्यायाणामर्थानां च द्विपादीनामिह ज्ञायमानत्वादर्थतो नानुपपन्नम्, ततश्च "केवलमेव" केवलज्ञानमेव भवति । अयं चासम्प्रज्ञातः समाधिरिति परैर्गीयते, तत्रापि अर्थतो नानुपपत्तिः केवलज्ञानेऽशेषवृत्यादिनिरोधाल्लब्धात्मस्वभावस्य मानसविज्ञानवैकल्यादसम्प्रज्ञातत्वसिद्धेः ।
આ નિરાલંબન યોગ આવે છતે ઉત્તરોત્તર શું ફળ પ્રાપ્ત થાય તે ફળોની પરંપરા જણાવે છે. અર્થાત્ નિરાલંબનયોગથી જે ફળ પ્રાપ્ત થાય. તેની ઉત્તરમાં શું ફળ? એમ અંતિમ શું ફળ? ઇત્યાદિ ફળ પરંપરા જણાવે છે :
આ નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થયે છતે (ક્ષેપકશ્રેણી સંબંધી દ્વિતીયાપૂર્વકરણ-અષ્ટમગુણસ્થાનકથી આ યોગ આવે છ0) મોહસાગરનું તરણ થાય છે. તે મોહરૂપી સાગર કેવો છે. જેનો અંત દુઃખે કરી શકાય એવા રાગાદિ (રાગદ્વેષ-કષાય વગેરે) ભાવોની પરંપરારૂપ સમુદ્ર છે. એટલે કે અનાદિ કાળથી આત્માને મોહના ભાવો લાગેલા છે. દ્રઢ છે. નિબિડ છે. તેથી તેનો સમૂલોચ્છેદ ઘણો જ દુષ્કર છે. છતાં આ નિરાલંબનયોગ બળે દશમાં ગુણઠાણાના અંતે મોહસાગર તરાય છે . ત્યારબાદ બારમાં ગુણઠાણે અથતુ તેને અંતે ક્ષેપકશ્રેણી સમાપ્ત થાય છે. આ ક્ષપકશ્રેણી એટલે કે અધ્યાત્માદિ યોગોના પ્રકર્ષથી યુકત એક પ્રકારના આશય વિશેષ સ્વરૂપ છે. આ શ્રેણી પૂર્વેના ગુણસ્થાનકોમાં અધ્યાત્માદિ યોગો હતા. પરંતુ અપકર્ષવાળા હતા. આ ગુણસ્થાનકમાં અતિશય પ્રકષને પામેલા એવા યોગો-ધ્યાન-ભાવના વિશેષ હોય છે. તે જ આશયવિશેષ = પરિણામવિશેષ છે. તેને જ જૈન દર્શનમાં ક્ષપકશ્રેણી કહેવાય છે. અન્યદર્શનકારો વડે આવા પ્રકારના પ્રકર્ષ પ્રાપ્ત આશયવિશેષને જ “સમ્રજ્ઞાતસમાધિ” કહેવાય છે. અહીં ટીકામાં “Ty:” જે પલ્લિગ શબ્દપ્રયોગ કર્યો છે. તે સમાધિના વિશેષણ તરીકે જાણવો. ખરેખર તો આ “તમ્” શબ્દથી ઉપરોક્ત ક્ષપકશ્રેણીનો પરામર્શ થાય છે. તથાપિ વિધેયવાક્યરૂપે સમાધિનું વિશેષણ બને છે તેથી તેની પ્રધાનતાએ પુલિંગ પ્રયોગ છે.
શ્રી યોગવિશિમ ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org