________________
તથા આત્માના હિતને કરનારાં એવાં શાસ્ત્રો – આગમોના રહસ્યનો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રોમાં લખેલા ઉત્સગ-અપવાદ વિધિ-નિષેધ, હેય-ઉપાદેય આદિ ભાવોનું સ્વરૂપ સૂક્ષ્મ બુદ્ધિથી જાણવું જોઈએ. શાસ્ત્રોનું સૂક્ષ્મ અધ્યયન-ચિંતન-મનન કરવું જોઈએ. |
આવા પંડિત પુરુષે શાસ્ત્રાનુસારી સમ્યગૂ વિધિપૂર્વક આત્મહિત થાય તે રીતે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં સમ્યગ્ પ્રયત્ન કરવો જોઈએ.
આ જ અર્થને જણાવતાં પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રી સાડાત્રણસોમાં જણાવે છે કે -
કોઈ કહે જિમ બહુ જન ચાલે, તિમ ચલીએ શી ચર્ચા / મારગ મહાજન ચાલે ભાખ્યો, તેહમાં લહીએ અર્શ રે / ૭ / એ પણ બોલ મૃષા મન ધરીએ બહુ જ મત આદરતાં / છેહ ન આવે બહુલ અનારય, મિથ્યામતમાં ફિરતાં રે // ૮ // થોડા આર્ય અનાર્ય નથી. જૈન આયમાં થોડા રે / તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહું મુંડા રે // ૯ // ભદ્રબાહુ ગુરુવદન વચન એ, આવશ્યકમાં લહીએ / આણા શુદ્ધ મહાજન જાણી, તેહની સંગે રહીએ // ૧૦ // અજ્ઞાની નવિ હવે મહાજન જો પણ ચલવે ટોળું / ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોળું / ૧૧ / સાડાત્રણસોનું સ્તવન, ઢાળ પહેલી ગાથા. ૭ થી ૧૧ આત્મહિતકારી એમાં શાસ્ત્રોનું રહસ્ય આ પ્રમાણે છે :लोकमालम्ब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् । तथा मिथ्याद्दशां धर्मो, न त्याज्यः स्थात्कदाचन ।।
જ્ઞાનસાર ૨૩-૪ બહુ લોકો વડે જે કરાયું તે જ કર્તવ્ય છે.” એમ જો લોકસંજ્ઞાનું આલંબન લઈને કાર્ય કર્તવ્ય બનતું હોત તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ કદાપિ ત્યાજ્ય બનત નહિ. (જ્ઞાનસારાષ્ટક શ્લોક; ૨૩-૪) |
I શ્રી યોગવિશિકા ૯૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org