________________
વળી અત્યારે જીતવ્યવહાર જ બહુલતાએ પ્રવર્તતો હોવાથી તે જીતવ્યવહાર જ યાવત્ તીર્થકાલભાવિ (જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી રહેવાવાળો) હોવાથી ખરેખર તે જીતવ્યવહાર જ તીર્થનો વ્યવસ્થાપક છે. માટે “બહુલોકો કરે તેમ કરવું” એ જ માર્ગ છે. આવી શિષ્યોની શંકા હોતે છતે ગ્રન્થકારશ્રી જણાવે છે કે :
मुत्तूण लोगसन्नं, उड्ढूण य साहुसमयसब्भावं । - सम्मं पयट्टियव्वं, बुहेणमइनिउणबुद्धिए ।। १६ ।।
શ્લોકાર્થ - (આવી શાસ્ત્રનિરપેક્ષ) લોકસંજ્ઞાનો ત્યાગ કરીને સુંદર એવાં શાસ્ત્રોનાં રહસ્યોને જાણીને પંડિતપુરુષે અતિશય નિપુણબુદ્ધિપૂર્વક સમ્યગુ પ્રકારે વિધિમાં પ્રયત્ન કરવો જોઈએ. || ૧૬ I
"मुत्तूण त्ति' = मुक्त्वा लोकसंज्ञां = "लोकः एव प्रमाणं' इत्यंवंरूपां शास्त्रनिरपेक्षा મલિં, વહ્વળ ચ” ત્તિ વોવા ૪, “સાધુસમયસદ્ધાવ” = સીવીસિદ્ધાંતરહસ્ય, “સખ્ય” = વિધિનીત્યા પ્રવર્તતત્રં ચૈત્યવન્દ્રનાવી, “qધેન” = બ્સિતેન,
તિનિપુણવૃદ્ધયા” = ગતિશયિતસૂક્ષ્મમાવાનુઘવિન્યા મલ્યા , साधुसमयसद्भावश्चायम् -
“બહુ લોકો કરે તે જ કરવું” આવા પ્રકારની અથવા લોક એ જ પ્રમાણ છે એવા સ્વરૂપવાળી શાસ્ત્રથી નિરપેક્ષ મહિનો ત્યાગ કરીને, સાધુ એવાં (એટલે કે આત્મહિતકારી એવાં) શાસ્ત્રોના રહસ્યને વહન કરીને (અધ્યયન કરીને) સમ્યગુ વિધિપૂર્વક પંડિત પુરુષે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં અતિશય નિપુણ બુદ્ધિ દ્વારા અત્યંત સુક્ષ્મ ભાવોને પણ જાણનારી એવી મતિ દ્વારા) પ્રયત્ન કરવો જોઈએ.
તાત્પયર્થ એ છે કે “ઘણા કરતા હોય તે કરવું જોઈએ” એવા પ્રકારની મતિ તે શાસ્ત્રનિરપેક્ષ છે. તેને છોડી દેવી જોઈએ. કારણ કે આ સંસારમાં અનાર્યો કરતાં આર્યો, આયમાં પણ જેન, જૈનોમાં પરિણામી જેનો હમેશાં થોડા જ હોય છે. તો બહુજનવાળો જ માર્ગ કહેવાતો હોય તો મિથ્યાત્વમતિવાળાના માર્ગને જ માર્ગ કહેવો પડશે. માટે આવી બહુજનની મતિ તે શાસ્ત્રનિરપેક્ષ છે. આવી જૂઠી મતિનો ત્યાગ કરવો જોઈએ.
0 0 યોગવિંશિક 0 0 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org