________________
ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે જ કાળાન્તરે ધીરે ધીરે સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અને સમ્યપ્ચારિત્ર સ્વરૂપી રત્નત્રયીના માર્ગે ચડાવી શકાય છે. જે આત્માઓ અનાદિ કાળથી અર્થ અને કામની વાસનામાં જ હતા, ધર્મ શબ્દ જ જાણ્યો ન હતો, વિષયવિકાર અને વાસનામાં જ લીન હતા. તેવા આત્માઓ આવા લૌકિક ધર્મ દ્વારા પણ ધર્મસંજ્ઞા પામે એ જ એક મોટી વસ્તુ છે. હાલ આવા જીવોનો બુદ્ધિભેદ કરવામાં ન આવે, વિશ્વાસ કેળવવામાં આવે તો કાળાન્તરે અવશ્ય સત્યમાર્ગે આવે, ગમે તેવું ઊંચું સત્ય પણ કાળ પાડ્યા વિના અકાળે, અસ્થાને, અપાત્રે કહેવા જતાં કંઈપણ યથાર્થ ફલ આપતું નથી પરંતુ કોઈ વખત અવિશ્વાસ વધતાં મહા અનર્થ થાય છે. માટે આવા પ્રકારના પ્રાથમિક અપુનર્બન્ધકાત્માઓને પ્રાથમિક લૌકિક ધર્મમાં સ્થિર કરવા એ જ કાળાન્તરે લૌકોત્તર માર્ગમાં લાવવાનું કારણ બને છે. આ પ્રથમકાલે તો આવા જીવોને લૌકિકધર્મમાં જ વધુ સ્થિર કરવા જોઈએ. તેનાં ત્રણ કારણો છે.
-(૧) વિક્ષેપાભાવ આ જીવો હાલ જે ધર્મ માનતા હોય તે ઇતરધર્મ હોય તો પણ તેનું ખંડન તેના સામે કદાપિ કરવું નહીં. તેના માનેલા ધર્મમાં વિક્ષેપ કરવો નહીં. તેમ કરવાથી પ્રેમ ગુમાવાય, તે આત્મા વક્તા પાસે આવતો બંધ થાય અને કાલાન્તરે ઉપાયાન્તરોથી સત્યધર્મ પમાડવાનો ચાન્સ ગુમાવાય. અહીં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ બ્રાહ્મણોના પ્રેરાયેલા સિદ્ધરાજને કાલાન્તરે પણ સત્યધર્મમાં લાવવા માટે તેના યોજેલા સોમનાથ પાટણના સંઘમાં જવાનું, અને વીતરાગ અવસ્થાવાળા નામથી કોઈપણ દેવ હોય તેને મારા નમસ્કાર હો ઇત્યાદિ જે વ્યવહાર સાચવ્યો તેવાં દૃષ્ટાન્તો સ્વબુદ્ધિથી સમજી લેવાં.
(૨) ગુણમાત્રરાગ ભાવ = આવા જીવોમાં ગુણી જીવોના ગુણો ઉપરનો જે રાગ છે તે રાગ જ વધુ ને વધુ દ્રઢતર થતાં કાળાન્તરે સત્યધર્મની પ્રાપ્તિનું મહાબીજ (અવન્ધ્યબીજ) બને છે.
=
=
(૩)વિશિષ્ટબુધ્ધભાવ – જેમ પહેલી ચોપડી ભણતા બાળકની પાસે બારમા ધોરણના દાખલા ગણવા-ગણાવવા નિરર્થક છે. તેવી જ રીતે પ્રાથમિક જીવની હા તેવા પ્રકારની વિશિષ્ટબુધ્ધિનો અભાવ હોવાથી લોકોત્તર ધર્મની ઉંડી સૂક્ષ્મવાતો કરી તેઓનો બુદ્ધિભેદ કરવો નિરર્થક જ છે. માટે આવા પ્રકારના જીવોમાં જે સરળતા, ગુણગ્રાહિતા, લૌકિકધર્મપ્રીતિમત્તા, ભદ્રિકતા આદિ ભાવો છે. તે જ તેઓને કાલાન્તરે
॥યોગશતક ૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org