SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય મહારાજશ્રીના ગુરુને આ વાતની ખબર પડી, તેઓએ હરિભદ્રસૂરિજીના ગુસ્સાને નિવારવા માટે સમરાદિત્યચરિત્રના બીજભૂત નીચેની ત્રણ ગાથાઓ લઈને બે શિષ્યોને મોકલ્યા. गुणसेन-अग्गिसम्मा, सीहाणन्दा य तह पिया-पुत्ता। सिहि-जालिणि माइ-सुआ, धण-धणसिरिओ य पइभजा ॥१८५॥ जयविजया य सहोअर, धरणो लच्छी अ तह पई भज्जा। सेणविसेणा पित्तिअपुत्ता, जम्मम्मि सत्तमए ॥१८६ ॥ गुणचन्दवाणमन्तर, समराइच्चगिरिसेण पाणो अ। एगस्स तओ मोक्खोऽणन्तो अन्नस्स संसारो ॥१८७ ।। પ્રભાવક ચરિત્ર પૃષ્ઠ ૭૩. હરિભદ્રસૂરિજી સમજી ગયા કે ક્રોધાવેશમાં મેં આ શું કર્યું ? પોતે સ્વયં આત્માને સમજાવી માર્ગે વળ્યા, ગુરુજી પાસે પશ્ચાતાપ કરી પોતાની ક્ષમાયાચના કરી ગુરુજીના આદેશથી આલોચના રૂપે ગ્રંથસર્જન કર્યું. તેઓને બીજા કોઈ શિષ્યો ન હોવાથી નિરપત્યતાનું કોઈક સમયે દુઃખ થતું. પરંતુ અંબા દેવીએ “તમારા જેવાએ આમ શોક કરવો ઉચિત નથી” એમ સાત્ત્વન આપી “શાસ્ત્રોનો સમુહ એ જ તમારી સંતતિ છે” એમ સમજાવ્યું. આટલું બોલી દેવી અદૃશ્ય થઈ, ત્યારબાદ આચાર્યશ્રીએ સૌ પ્રથમ અભૂત એવું “સમરાચ્ચકહા”= સમરાદિત્યચરિત્ર બનાવ્યું. આ પ્રમાણે પ્રભાવક ચરિત્રમાંથી જાણવા મળે છે. તેઓ અંતે મૃત્યુકાળ નજીક જાણી અણશન આદરી કાલગત થયા. (પ્રભાવક ચરિત્ર શ્લોક ૭૫) તેઓના ગ્રંથોનું લખાણ કરાવવાનું કામકાજ એક લલિગ નામનો શ્રાવક કરતો હતો, તેણે આ ગ્રંથલેખનમાં અઢળક દ્રવ્ય ખચ્યું છે. આ આચાર્યશ્રીના જીવન વિષે વિશેષાધાર જાણવામાં આવ્યો નથી. યોગશતકમાં સહાયતા આ ગ્રંથના લેખનકાર્યમાં ગ્રંથની જે જે પંક્તિઓ દુર્ગમ હતી તેમાં આ વિષયના અભ્યાસી અનેક ગીતાર્થ મુનિભગવંતો પાસેથી સુબોધ કરી છે. તથા કોઈ કોઈ સ્થળે પાઠશાળામાં ભણવા આવતાં વિશિષ્ટપ્રતિભાસંપન્ન, તીવ્રમેધાવી, સૂક્ષ્માર્થ તરફ દૃષ્ટિપેરકએવા પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબોના નિર્મળ ક્ષયોપશમની પણ સહાયતા મળેલી છે. તથા પૂજ્ય પન્યાસજી શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સાહેબે લખેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy