________________
આ આચાર્યશ્રી શ્વેતાંબર હતા, તેઓશ્રીનું તથા તેમના ગુરુજીનું “વિદ્યાધર' કુળ હતું, તેઓ શ્વેતાંબર આચાર્ય જિનભટ્ટની વાણીને અનુસરનારા હતા. આવો ઉલ્લેખ તેઓએ બનાવેલી આવશ્યક ની શિષ્યહિતા નામની ટાકાના અંતે મળે છે.
“સમી શિષ્યદિતા નામ ગાવાયદા ઋતિઃ सिताम्बराचार्यजिनभट्टनिगदानुसारिणो 'विद्याधर" कुलतिलकाचार्य जिनदत्तशिष्यस्य धर्मतो जाइणीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य"
- આચાર્યશ્રીને જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા, સર્વશાસ્ત્રોમાં તેઓ કુશળ હતા, સમર્થવાદી હતા, તે સમયે ચિતોડમાં બૌધ્ધમતનું જોર હતું. હરિભદ્રસૂરિજીના દ્રષી બૌધ્ધોએ આ બન્ને શિષ્યોને એકાન્તમાં મારી નાખ્યા, પાછળથી આ વાતની આચાર્યશ્રીને ખબર પડી. તેઓ અતિશય ઉગી બન્યા, અણશન કરવા તૈયાર થયા, ગુરુને આ વાતની ખબર પડતાં ગુરુજીએ આચાર્યશ્રીને અણશન કરતાં અટકાવ્યા અને અપૂર્વસાહિત્યસર્જનમાં મન પરોવવા સમજાવ્યું. હરિભદ્રસૂરિજીએ પોતાની ગ્રંથરાશિને જ પોતાનો પરિવાર માની ગ્રંથ રચનામાં જ સવિશેષ ધ્યાન આપ્યું. આવો ઉલ્લેખ કહાવલીમાં મળે છે. આ જ હકીકત કંઈક જુદી રીતે પ્રભાવક ચરિત્રમાં મળે છે. પ્રભાવક ચરિત્રમાં તેઓશ્રીના હંસ-પરમહંસ નામના બે ભાણેજોએ તેમની પાસે દીક્ષા લીધી અને આચાર્યશ્રીના શિષ્ય બન્યાનો ઉલ્લેખ છે. આ બન્ને શિષ્યો સમર્થ શાસ્ત્રવેત્તા બન્યા, બૌધ્ધદર્શનનો વધુ અભ્યાસ કરવા તેઓના મઠોમાં (નેપાલ-ભૂતાન) જવાની શિષ્યોની ઈચ્છા થઈ. ગુરુજીની કંઈક ના મરજી હોવા છતાં વધુ અભ્યાસાર્થે તેઓ ત્યાં બૌધ્ધમઠમાં ગયા,
શાસ્ત્રાભ્યાસ કરાવનાર બૌધ્ધાચાર્ય જ્યારે જ્યારે જૈનદર્શનનું જારદાર ખંડન કરતા, ત્યારે ત્યારે આ બન્ને ગુપ્ત જૈનમુનિઓ તે ખંડનને ટાંકીને તેના પરિહાર માટેની અકાયદલિલોથી ભરપૂર લેખ ગુપ્ત પણે લખતા. કાળાન્તરે આ વાતની ગંધ બહાર આવતાં તે બન્ને ગુપ્તમુનિઓને આ મઠ અને આ દેશ છોડવો પડ્યો.
પાછળ પડેલા બૌધ્ધોના કાફલાથી હંસ રસ્તામાં જ હણાયા, અને પરમહંસ ભાગીને બાજુના નજીકના નગરમાં “સુરપાલ” રાજાના શરણે ગયા, રાજાના સંરક્ષણથી તેઓ બચ્યા, ક્રમશઃ ગુરુ પાસે આવ્યા, બનેલી બધી હકિકત જણાવી, તેઓ પણ અતિપરિશ્રમિત થવાથી અવસાન પામ્યા, શિષ્યોના આવા પ્રકારના અકાલ અવસાનથી હરિભદ્રસૂરિજી બૌધ્ધો ઉપર અતિશય ગુસ્સે થયા, સુરપાલ રાજાની સભામાં વાદ ગોઠવાયો, બૌધ્ધો હાર્યા, આચાર્યશ્રીનો ગુસ્સો અપરિમિત બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org