________________
છે. આ લક્ષણ ગૌણ જાણવું, કારણ કે પ્રવૃત્તિ અન્ને ત્યજવાની છે. માત્ર પ્રારંભે જ આદરવાની છે. અન્તે તો અયોગી બનવાનું છે. માટે આ લક્ષણ ગૌણ છે.
પતંજલિ મહર્ષિનું યોગલક્ષણ નિવૃત્તિપ્રધાન, અને બૌદ્ધનું યોગલક્ષણ પ્રવૃત્તિપ્રધાન હોવાથી એકેક અંશને પ્રતિપાદન કરનાર છે માટે આંશિક છે. વળી અકુશળની નિવૃત્તિ કરો કે કુશળની પ્રવૃત્તિ કરો પરંતુ તે બન્ને પ્રક્રિયા દ્વારા આત્મા મોક્ષની સાથે જોડાય તો જ તે પ્રક્રિયાને યોગ કહેવાય છે. જો સંસારપુષ્ટિ માટે નિરોધ અને પ્રવૃત્તિ કરી હોય તો તેને યોગ કહેવાતો નથી. તો પછી આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ' આવું ત્રીજું લક્ષણ જ પૂર્ણ છે. તે જ લક્ષણ યથાર્થ છે.
બગલો માછલાને પકડવા, પારધી મૃગનો શિકાર કરવા, રાધાવેઘ સાધનારો પુતળીને વિધવા, ચિત્તવૃત્તિનિરોધ કરે છે. પરંતુ તે યોગ કહેવાતો નથી. ચિત્તવૃત્તિનિરોધ છે પરંતુ મોક્ષની સાથે યુંજન નથી. માટે અન્વયવ્યભિચાર આવે છે. તેવી રીતે સંસારસુખ - સ્વર્ગ - રાજ્યાદિની પ્રાપ્તિ માટે પણ હોમ હવન - પૂજા સાધુતાદિ કુશળ પ્રવૃત્તિ પણ જોવાય છે. છતાં તેને યોગ કહેવાતો નથી. “મોક્ષની સાથે યુંજન” એ અર્થ ત્યાં નથી. માટે ત્યાં પણ અન્વયવ્યભિચાર છે. તેથી ‘‘મોક્ષની સાથે આત્માને જોડે’” તે યોગ એ જ સર્વોત્તમ શ્રેષ્ઠ અને પૂર્ણ લક્ષણ છે.
જૈનીયલક્ષણમાં સાધ્યશુદ્ધિ સાથે સાધનશુદ્ધિ છે. સાધ્યમાં મોક્ષ છે. અને સાધનમાં તે મોક્ષને ઉદ્દેશીને કરાતાં અનુષ્ઠાનો છે. માટે યથાર્થ કાર્ય-કારણ ભાવ હોવાથી સંપૂર્ણ યથાર્થ અને નિર્દોષ લક્ષણ છે. જ્યારે ઈતર બન્ને લક્ષણો માત્ર સાધનશુદ્ધિનાં જ સૂચક છે. સાધ્યશુદ્ધિ આપણે જોડવી પડે છે. માટે આંશિક યથાર્થ છે. અને તે પણ સાધ્યશુદ્ધિ જોડો તો જ. માટે અપૂર્ણ છે. ॥ ૨૨ ॥
અવતરણ :- યાખેતરેવું ચિત્ તથાપ્યતાનેવાધિષ્ઠત્ય પ્રયોગત વિધિમિધાતુમારૢ - જો કે અપુનર્બન્ધકાવસ્થામાં કવચિત્ (ક્યારેક) આ પ્રમાણે બાહ્ય આજ્ઞાયોગ વિના પણ ધર્મવિધિ હોય છે. (આ ધર્માનુષ્ઠાન આવે છે) તોપણ આ ચારે પ્રકારના યોગાધિકારીઓને આશ્રયીને ઘણું કરીને (બાહ્ય આજ્ઞાયોગપૂર્વક) જ ધર્મ વિધિ હોય છે. તે આચાર્યશ્રી જણાવે છે
Jain Education International
સોગ - ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org