________________
હે મુનિ ! ચંદનને છેદવાના દૃષ્ટાન્તથી વાસી-ચંદનતુલ્યતા, તથા આત્મામાં આવેલા સદ્ધર્મના અતિશયથી પરનું કલ્યાણ જ કરવાની જે એકશીલતા, કલ્યાણ કરવાનો જ એકસ્વભાવ, I/ ૨ // તથા ગમે તેવાં દુઃખો આવે તો પણ તે દુઃખોમાં અનુવિગ્ન મનવાળા, તથા સુખોને વિષે ચાલી ગઈ છે સ્પૃહા જેની એવા, ચાલ્યો ગયો છે લોભ-ભય અને ક્રોધ જેનો એવા, અને સ્થિરબુદ્ધિવાળા એવા જે મુનિ તે જ (યથાર્થ) મુનિ કહેવાય છે. || ૩ ||
તથા તેવા પ્રકારની વિશિષ્ટ પ્રકૃતિનો અભ્યાસ થવાથી, તથા નિશ્ચયે તેવા પ્રકારની શુદ્ધિવિશેષ પ્રાપ્ત થવાથી ઉત્તમ આશયવાળા આ મહાત્મા મોક્ષ અને સંસાર એમ બન્ને ભાવોમાં નિ:સ્પૃહ હોય છે. || ૪ |.
મોહથી ઈચ્છા થાય છે. અને આ ઇચ્છા એ જ સ્પૃહા કહેવાય છે. મુનિ તો અમોહ (મોહરહિત) છે. જે કારણથી મુનિ આવા કહ્યા છે તેથી આ મુનિને આ ઈચ્છા (સ્પૃહા) માનવી તે કોઈ રીતે ન્યાયસંગત નથી. તેથી મોક્ષની પ્રાપ્તિ તે શુદ્ધ સામાયિક રૂપ યોગક્રિયાનું ફળ છે. સારાંશ કે ભવ ઉપર ઘણો ઉદ્વેગ કરવાથી અને મોક્ષ ઉપર ઘણી સ્પૃહા કરવાથી મોક્ષપ્રાપ્તિ થતી નથી. પરંતુ યોગક્રિયા જ આપોઆપ તટસ્થ આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. ૫
અહીં એક ખુલાસો જાણવો જરૂરી છે કે આ ૧૯-૨૦ ગાથામાં મુનિનું જે વર્ણન કર્યું તે સાધકાવસ્થા આશ્રયી કે સિદ્ધાવસ્થા આશ્રયી એમ શંકા થશે. છટ્ટ - સાતમે ગુણઠાણે સાધકાવસ્થા છે. ત્યારે વીતરાગ નથી, અને તેરમે - ચૌદમે ગુણઠાણે વીતરાગ છે પરંતુ સિદ્ધાવસ્થા છે. તો સમભાવવાળા રહેવાનું તો સાધકાવસ્થામાં સંભવી શકે. તો જ કર્મોનો ક્ષય થાય. અને સાધકાવસ્થામાં સંજવલનકષાય અને નવનોકષાયો ઉદિત હોવાથી સમભાવ કેમ આવે ? કેવળી અવસ્થામાં સમભાવ હોય જ તેમાં વર્ણન કરવાનું શું ? આ પ્રશ્નનો ઉત્તર એમ સમજવો કે આ વર્ણન સાધકાવસ્થા આશ્રયી છે, સિદ્ધ અવસ્થા આશ્રયી નથી. સાધકાવસ્થામાં કષાયો અને નોકષાયોનો ઉદય યદ્યપિ છે. તથાપિ જ્ઞાન અને સંયમના બળવત્તર સંસ્કારો વડે મોહનો પરાભવ એવો કરે કે તે કષાયો અને નોકષાયોનો તીવ્ર ઉદય મંદ થઈ જાય, ક્ષયોપશમ બળવત્તર કરે, અને કષાય - નોકષાયોના ઉદયને નિર્માલ્ય કરે. તેનાથી સાધક એવી છvસ્થ અવસ્થામાં જ શ્રેષ્ઠ સમભાવની પ્રાપ્તિ થાય જેના બળે નીકટમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. || ૨૦ |
વીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org