________________
ગાથાર્થ :- આ વ્યવહાર યોગથી જ કાળક્રમે પ્રકૃષ્ટ સ્વરૂપવાળા (એટલે કે ક્ષાયિક ભાવવાળા) એવા સમ્યજ્ઞાનાદિ ગુણોની નિયમા સિદ્ધિ (પ્રાપ્તિ) થાય છે તથા ભવોભવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા રૂપ અનુબંધપણે રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે || ૬ ||
ટીકાનુવાદ :- ઉપર જણાવેલા આ ગુરુવિનય-શુશ્રૂષા ઇત્યાદિ વ્યવહાર યોગના વારંવાર આસેવનથી જેમ જેમ કાળ જાય તેમ તેમ આ વ્યવહાર યોગ નિશ્ચયયોગપ્રાપ્તિનું અવગ્ન્ય કારણ હોવાના લીધે અવશ્યપણે (નિશ્ચયયોગની) સિદ્ધિ થાય છે. કોની સિદ્ધિ થાય છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી જણાવે છે કે પ્રકૃષ્ટ સ્વરૂપવાળા એટલે કે ઉત્કૃષ્ટ સ્વરૂપવાળા (અર્થાત્ ક્ષાયિકભાવવાળા) સમ્યગ્નાનાદિ જે ગુણો છે, તે ગુણોની નિયમા સિદ્ધિ થાય છે.
જેમ દરજીની કલા, સોનીની કલા, હજામની કલા, રસોઈની કલા, વકીલાતની લા ઇત્યાદિ કલાઓનું વારંવાર ચીવટપૂર્વક આસેવન કરવાથી કાળ જતાં તે તે કળામાં પારંગતતા (સિદ્ધિ) પ્રાપ્ત કરાય છે. તેવી જ રીતે ગુરુવિનયાદિરૂપ વ્યવહાર યોગનું વારંવાર ચીવટપૂર્વક આસેવન કરવાથી ક્ષાયિકભાવવાળાં સમ્યગ્નાનાદિ પ્રાપ્ત કરવા રૂપ નિશ્ચયયોગની અવશ્યપણે સિદ્ધિ થાય છે. કારણ કે વ્યવહાર યોગ નિશ્ચયયોગનું અવન્ધકારણ છે.
તથા ઉચિત આચરણનો સ્વીકાર કરવા પૂર્વક જિનેશ્વર પ્રભુની જે યથાર્થ આજ્ઞા તેનું આરાધન કરવા વડે જો વ્યવહાર યોગ સેવવામાં આવે તો તે પરંપરાએ પછી પછીના ભવોમાં તે વ્યવહારયોગની વૃદ્ધિનો જ હેતુ બને છે. એટલે કે શાસ્ત્રમાં કહેલી તે તે ગુણઠાણાને યોગ્ય આચરણા સહિત જિનેશ્વરપ્રભુની સદ્ એવી આજ્ઞાનું આરાધન કરવા પૂર્વક ઉપયોગ સહિત જો વ્યવહાર યોગ સેવવામાં આવે તો તે વ્યવહારયોગ ભવોભવમાં વૃદ્ધિભાવને જ પામે છે.
તે વ્યવહાર યોગના સંસ્કારો એક વાર બીજરૂપે જો આત્મામાં દૃઢ બની જાય તો તેના પછીના ઉત્તરોત્તર ભવોમાં અનુબન્ધરૂપ (વધુ ગાઢ–દઢતર) બનવાના કા૨ણે ભવોભવમાં આક્ષેપેળ ચારે બાજુથી અતિશય ગાઢ થવાથી માર્ગાનુસારી એવું અને જિનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુસરવાથી વિશુદ્ધ બનેલું એવું આ ધર્માનુષ્ઠાન સદનુબંધવાળું = ગાઢ અનુબંધવાળું બને છે.
Jain Education International
યોગ ૯૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org