________________
સારાંશ કે રત્નત્રયી તો આત્માના વાસ્તવિક ગુણો છે. તેથી તે ગુણોની સાથે આત્માનો જે સંબંધ તે તો યોગ કહેવાય જ. કારણ કે તે મુક્તિનું પ્રધાન કારણ છે. પરંતુ તે રત્નત્રયીના કારણભૂત એવા ગુરુ વિનયાદિ ધર્માનુષ્ઠાનોને પણ જે યોગ કહેવામાં આવે છે તે સર્વનયોના જે અભિપ્રાયો, તેને અંગીકાર કરીને કહેવાય છે. એટલે કે નિશ્ચયનયથી જેમ કાર્યને કાર્ય કહેવાય છે. તેમ વ્યવહાર નયથી કાર્યના કારણને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્ય કહેવાય છે. તેથી વ્યવહારનયથી ગુરુવિનયાદિ રૂપ ધર્માનુષ્ઠાનો પણ રત્નત્રયીનાં કારણો હોવાથી યોગ કહેવાય છે. જેમ રત્નત્રયીનો જે સંબંધ તે નિશ્ચયનયથી યોગ કહેવાય છે. તેમ રત્નત્રયીનાં કારણોની સાથેનો જે સંબંધ તે પણ વ્યવહાર નયથી યોગ કહેવાય છે. આ પ્રમાણે નિશ્ચયનય અને વ્યવહારનય એમ સર્વે નયના (બન્ને નયોના) અભિપ્રાયને ધ્યાનમાં રાખીને બન્નેને યોગ કહેલ છે. એમ સમજવું.
ઉપ શબ્દથી જેમ કારણોના સંબંધને પણ યોગ કહ્યો તેમ મૂળ ગાથામાં કહેલા ૨ શબ્દથી અનન્તર (બીજી- ત્રીજી ગાથામાં) કહેલા રત્નત્રયીના સંબંધને પણ યોગ કહેવાય છે. અર્થાત્ બન્નેને ક્રમશઃ બન્ને નયોની અપેક્ષાએ યોગ કહેવાય છે. .
વ્યવહારનયથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જે યોગ કહેવામાં આવ્યો તે કારણો બે પ્રકારનાં છે : (૧) અનન્તર (૨) પરંપર. એમ બન્ને ભેદોવાળાં ભિન્ન ભિન્ન કારણોમાં કાર્યનો ઉપચાર = યોગોપચાર થવાથી બન્ને પ્રકારનાં કારણોને યોગ કહેવાય છે. તે અનન્તર અને પરંપર એમ બન્ને પ્રકારનાં કારણો સમજાવવા વ્યાવહારિક એક દષ્ટાન્ત આપે છે કે “ઘીએ જ આયુષ્ય છે” આવો જે વ્યવહાર પ્રયોગ દેખાય છે તે અનન્તરકારણમાં કાર્યોપચારનું દૃષ્ટાન્ત છે. ઘી આદિ માદક પદાર્થો આયુષ્યની સ્થિતિનું (સ્થિરતાનું) અનન્તર કારણ બને છે. માટે ધીને જ આયુષ્ય કહેવાય છે. ધી એ આયુષ્યનું કારણ હોવાથી ધી તે જ આયુષ્ય છે. આ અનન્તરકારણમાં કાર્યોપચાર થયો. તેવી રીતે રત્નત્રયીનાં અનન્તરકારણ ગુરુવિનયાદિની સાથે આત્માનો જે સંબંધ તે યોગ કહેવાય. આ અનન્તરકારણમાં કાર્યોપચાર જાણવો. તથા (૨) “વરસાદ તંદુલ વરસાવે છે.”આ દૃષ્ટાન્તમાં હકીકતથી તંદુલનો વરસાદ કદાપિ થતો નથી, પરંતુ વરસાદ પાણી જ વરસાવે છે. છતાં વરસાદનું તે પાણી તંદુલના પાકનું કારણ બને છે. તેથી તંદુલ વરસાવે છે એમ કહેવાય છે. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org