________________
વાળું જે જ્ઞાન તે જ સમ્યજ્ઞાન.
તથા સર્ણન = એટલે સમ્યગ્દર્શન. તેનો અર્થ એવો છે કે તત્ર = એટલે તે વસ્તુમાં, ઈ = એટલે શ્રદ્ધા થવી. તે જોયવસ્તુમાં યથાર્થ પણે જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તે વસ્તુમાં તેવા સ્વરૂપની રુચિ થવી, શ્રદ્ધા થવી તે સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પૂજ્ય ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે – તભૂત અર્થોની જે યથાર્થશ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય છે.” સૂત્ર-૧-૨. આવા પ્રકારનું પૂજ્ય ઉપાધ્યાયજી મ.આદિ મહાત્માઓનું વચન પ્રમાણ હોવાથી રુચિ-શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવાય છે.
: ૨ રૂયં જ્ઞાનત્િ અન્યથા = તથા વળી આ શ્રદ્ધા જ્ઞાનથી અન્યથા એટલે કે ન છે. અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધા અને ભિન્ન-ભિન્ન ગુણો છે. બન્નેનાં આવરણીય જો ભિન્ન - ભિન્ન છે. જ્ઞાન જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય છે. અને શ્રદ્ધા
નમોહનીયના ક્ષયોપશમથી થાય છે. આ પ્રમાણે બન્નેનાં આવરણીય કર્મો ભિન્ન ભિન્ન હોવાથી આ શ્રદ્ધા જ્ઞાનથી ભિન્ન છે. કોઈ વખતે તે જ્ઞાન હોતે છતે પણ દ્વાનો અભાવ હોય છે. અને કોઈ વખતે તે શ્રદ્ધા હોતે છતે જ્ઞાનનો પણ અભાવ ય છે. એટલે કે અંગારમદકાચાર્યાદિની જેમ કોઈ જીવને વિશિષ્ટ જ્ઞાન હોવા છતાં પણ શ્રદ્ધાનો અભાવ હોય છે. અને કોઈ વખત માષતુષમુનિ આદિની જેમ અપૂર્વ શ્રદ્ધા હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી જ્ઞાનનો અભાવ હોય છે. માટે રૂાં = શ્રદ્ધા જ્ઞાનાત્ = જ્ઞાનથી અન્યથા = ભિન્ન જાણવી.
તથા “સરળ”= એટલે કે સમ્યગ્યારિત્ર, વિધિ-પ્રતિષેધને અનુસરનારું, આગમાનુસારી ક્રિયાસ્વરૂપ જે ધર્માનુષ્ઠાન તે સમ્યગ્વારિત્ર, એટલે કે કરવા લાયક એવાં કાર્યોને કરવાં જેમ કે તપ-ત્યાગ-સ્વાધ્યાય - પ્રતિક્રમણાદિ કરવાં તે વિધિ, અને તજવા લાયક કાર્યોને ત્યજવાં તે પ્રતિષેધ જેમ કે આરંભ-સમારંભઅસત્યભાષણ ચોરી ઇત્યાદિ તજવા લાયક કાર્યોનો ત્યાગ તે પ્રતિષેધ. આગમમાં કહ્યા મુજબ વિધેયકાર્યોમાં વિધિ, અને હેય કાર્યોમાં પ્રતિષેધવાળું જે ધર્માનુષ્ઠાન તે સમ્યગ્વારિત્ર.
મૂળ ગાથામાં કહેલો તત્થ-તત્ર શબ્દ એમ સૂચવે છે કે આ વિધિ અને પ્રતિષેધસ્વરૂપ અનુષ્ઠાન ત્યાં=એટલે કે વિધેય અને પ્રતિષેધ્ય પદાર્થોને વિષે જ
છે મારી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org