________________
જો મુક્તાત્મા (ઈશ્વર - પરમાત્મા) એક જ હોય અર્થાત અદ્વૈત જ હોય એમ માનીએ તો બીજા સંસારી જીવોને મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરાતું આ “યોગનું સેવન” નિરર્થક જ થવાનો પ્રસંગ આવે. કારણ કે ઈશ્વર એક હોવાથી હવે બીજા કોઈની મુક્તિ સંભવે નહિં. બીજા કોઈને મોક્ષે જવાનો ચાન્સ લાગે જ નહિ. તેથી યોગસેવન કરીને પણ શું કરવાનું ?
પ્રશ્ન :- “ઈશ્વર એક જ છે” એમ અમે માનીશું. તોપણ સંસારી જીવોનું મોક્ષપ્રાપ્તિ માટે કરાતું યોગસેવન નિરર્થક નહીં થાય. કારણ કે અહીં સંસારમાં જેઓ સારી રીતે આ યોગનું સેવન કરશે તેઓ ભવાન્તરમાં મોક્ષે જઈ મુક્તમાં રહેલા એક ઈશ્વરમાં લીન થઈ જશે. જેમ જ્યોતમાં જ્યોત ભળી જાય તેમ આ આત્મા ઈશ્વરમાં જ ભળી જશે, લય થઈ જશે તેથી સંસારી જીવોનું યોગસેવન નિષ્ફળ જશે નહીં.
ઉત્તર :- આ પ્રશ્ન બરાબર નથી કારણ કે સદ્વિનન્તરણ સારત્વનુરૂપ =કોઈ પણ ભિન્ન એવું એક સદ્ધવ્ય, ભિન્ન એવા બીજા સદ્દવ્યસ્વરૂપે થતું નથી. જેમ આત્મા અને શરીર અનાદિકાળથી સાથે રહે છે છતાં આત્માનો એક પ્રદેશ પણ શરીરરૂપ બનતો નથી, શરીરનો એક અણુ આત્મારૂપે બનતો નથી. તેવી જ રીતે લોહ – અગ્નિ, દૂધ-પાણી, સાથે રહે છે. પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્વરૂપે થતું નથી. નિગોદાવસ્થામાં એક જ શરીરમાં અનંતા જીવો સાથે રહે છે પરંતુ કોઈ એક જીવ દ્રવ્ય બીજા જીવ દ્રવ્ય સ્વરૂપે થતું નથી તે કારણથી યોગસેવનથી સંસારી જીવોનો મુક્તગત ઈશ્વરના આત્મામાં લય થવો અસંભવિત જ છે. માટે મોક્ષે ગયેલા મુક્ત આત્માઓ અનંતા છે, સ્વતંત્ર છે, સૌ પોત-પોતાના જ્ઞાનાદિ ગુણોના સ્વામી છે, અને પોત-પોતાના સ્વપર્યાયમાં વર્તનારા છે. ૫ ૨ છે.
અવતરણ :- સંજ્ઞાનાદિનક્ષામાદ - સમ્યજ્ઞાનાદિનું લક્ષણ કહે છે
सण्णाणं वत्थुगओ 'बोहो, 'सइंसणं तु तत्थ "रुई। १°सच्चरणमणुट्ठाणं, विहिपडिसेहाणुगं तत्थ ॥ ३ ॥
૧. સન્નાનાદ્રિ શબ્દમાં જે સન્ શબ્દ છે. ત્યાં મૂળ સદ્ = સમ્યમ્ - યથાર્થ શબ્દ જાણવો પનો ટૂ દત્ય છે અને જ્ઞાન શબ્દમાં આવેલો જ્ઞ શબ્દ – + > નો બનેલો છે. તે તાલવ્ય છે એટલે “તવ ' ૧૩દિવા સૂત્રથી ટુનો ન થયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org