SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ આપઘાત કહેવાતો નથી. કારણ કે લક્ષણોથી મૃત્યુઆસન્ન છે એમ તો તેઓએ જાણ્યું જ છે, એટલે મૃત્યુ તો તુરત આવવાનું જ છે, ફક્ત “સમાધિ” માટેનો આ પ્રયત્ન છે. પ્રાપ્ત સામાયિકરત્ન લુંટાઈ ન જાય તે માટે આ પ્રયત્નવિશેષ છે. આ પ્રમાણે (૧) શાસ્ત્રોમાં અનશન કરવાનું કહ્યું છે અને કરે છે એ વિહિતકરણ (૨) શાસ્ત્રવચનોની પ્રમાણતા છે. એ વચન પ્રામાણ્ય, (૩) જીવન-મરણ વચ્ચે સમભાવ-મધ્યસ્થવૃત્તિ છે. એ માધ્યસ્થતા એમ ત્રણ હેતુઓથી આ મરણ આપઘાત કહેવાતું નથી. અન્યથા જો મૃત્યુ કરવામાં આવે એટલે સંસારિક દુઃખોથી કંટાળીને, પરાભવથી, ચોરી આદિ મહાદોષોથી, ભાવિ સુખોની લિસાથી ઈત્યાદિ મોહનીય જન્ય જો મૃત્યુ હોય તો તેમાં મોહના દોષો હોવાથી અને શાસ્ત્રવચનોનો પણ વિરોધ હોવાથી તે મૃત્યુ સદોષ છે. આપઘાત છે. ત્યાજ્ય છે. જો અનશન એ આપઘાત હોત તો તીર્થકર ભગવન્તો આગમોમાં અનશન કરવાનું કેમ કહે ? અને અંતકાલે પોતે અનશન કેમ આચરે? માટે મોહના ત્યાગ માટે કરાતો પ્રાણત્યાગ તે વિધિયુક્ત અનશન કહેવાય છે અને મોહજન્ય સુખદુઃખના રાગ-દ્વેષથી કરાતું મૃત્યું તે આપઘાત છે. એમ સ્વબુધ્ધિથી સમજી લેવું. આ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રભુની આજ્ઞાપૂર્વક અનશનસહિત મૃત્યુ પામવાથી તાશયપરિપુણેઃ તે આશયરત્નની અતિશય પુષ્ટિ થાય છે. શુધ્ધિ-વૃધ્ધિ થાય છે. અને ઊંચી ઊંચી યોગદશા પ્રાપ્ત કરવાના મનના સંકલ્પો (મનના મનોરથો) રૂપ પરમભાવોનું અત્યન્ત અનુસરણ થાય છે. તે ૯૮ || અવતરણ - વિભિદાયા: પ્રથાચમુવત, વૈતાવર્તવાતાવ્યા મવતીત્યા આ પ્રમાણે અહીં મરણકાલે વેશ્યાની પ્રધાનતા જણાવી. પરંતુ એટલા માત્રથી જ આ મરણ મનોહર થતું નથી. (બીજું પણ-આજ્ઞાયોગાદિ જોઈએ જ) તે સ્પષ્ટ પણે સમજાવે છે 'लेसाणवि आणाजोगओ उ, "आराहगो इहं नेओ । 'इहरा असतिं “एसा वि, हंतऽणाइम्मि संसारे ॥ ९९ ॥ लेश्यायामपि सत्याम्, किम् ? इत्याह - आज्ञायोगत एव, | યોગાતક ૩૭ w ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy