________________
ની આસન્નતા જણાય છે. સ્વર્ગસ્થ એવા ગુરુજી મને (સ્વર્ગમાં) જાણે બોલાવે છે એવું સ્વપ્ન આવે, અથવા મૃત્યુ પછીના અનન્તર જન્મનો બાલભાવ, અથવા ભાવિમાં પ્રાપ્ત થનાર દેહનું સૌન્દર્યાદિ, તથા માતા-પિતા-પત્ની-પુત્રાદિ પરિવારનું દર્શન, તેઓની સાથે યથોચિત ભોગોનું દર્શન, ઇત્યાદિ વિષયોનાં સ્વપ્ન આવવા સ્વરૂપ “ચિત્તનો વિભ્રમ” આ યોગિને અંતકાલ થાય છે. અંતકાલે આવાં સ્વપ્નો રૂપ ચિત્તવિભ્રમ જે થાય છે તે જ મૃત્યુકાળની આસન્નતા જણાવે છે.
(૫) અરુંધતી આદિનું અદર્શન –
આકાશમાં ઉદય પામતા તારાઓમાં સપ્તર્ષિના જે સાત તારા છે તેમાં એક તારાને “અરુંધતી” તારો કહેવાય છે. બધા જ તારા દેખાય અને દેખી શકાય તેવો અરૂંધતી તારો ન દેખાય તો તે આસન્નમરણ સૂચવે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે –
અલ્પ આયુષ્યવાળો આત્મા બુઝાઈ ગયેલા દીપકમાં રહેલી ગંધને સુંઘતો નથી. તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે). તથા સ્પષ્ટ તારાઓથી ભરપૂર ભરેલું આકાશ ઝગારા મારતે છતે પણ આ અલ્પાયુષી જીવ અરુંધતી તારાને જોઈ શકતો નથી. આ પણ મૃત્યુનું સૂચક્ર છે.
(૬) નાસિકા-અક્ષિતારક(કીકી)ના અદર્શનથી
તથા સવારે ઊઠીને દર્પણ આદિમાં મુખ જોતાં નાસિકા જો ન દેખાય, અથવા દર્પણમાં પોતાની આંખ જો ન દેખાય, અથવા પોતાની અલિની જ્યોતિ = આંખનું તેજ અવષ્ટબ્ધ થયેલું = સ્થિર થયેલું દેખાય, આંખથી જોવાની શક્તિ અત્યંત સ્થિર થઈ ગઈ હોય, અથવા આંખના તારલાનું(આંખની કીકીનું) જો અદર્શન થાય, તો આ સઘળાં આસન્નમૃત્યુનાં લિંગો છે.
(૭) કાનથી અગ્નિનું અશ્રવણ –
કોઈ મહા અગ્નિ લાગેલો હોય, તેનો ભડકો ભડભડ એવો જોરદાર અવાજ કરતો હોય છતાં અંગુઠાથી દબાવેલા એક કાનના આંતરાથી બીજા કાને તે અવાજ સંભળાવો જોઈએ, છતાં તે અગ્નિનું જો અશ્રવણ થાય તો તે આસન્નમૃત્યુનું લિંગ સમજવું.
મૂળગાથામાં આટલાં લિંગો કહ્યાં છે. તે “સમુદ્રધ્વનિશ્રવણ” વિગેરે બીજાં પણ આસન્નમૃત્યુનાં લિંગો છે. તેને જણાવનારું ઉપલક્ષણ સમજવું- એટલે કે આના ઉપલક્ષણથી (અધ્યાહારથી) બીજાં પણ સમજી લેવાં.
અયોગસાહ ૨e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org