________________
प्रध्यातदीपगन्ध, मल्पायु व जिघ्रति । स्फुटतारावृते व्योम्नि, न च पश्यत्यरुन्धतीम् ॥ .
तथा "नासाऽक्षितारकादर्शनात्" नासिकादर्शनं, अवष्टब्धाऽक्षिज्योतिस्ताराऽदर्शनं चासन्नमृत्युलिङ्गं, तथा “कर्णाग्न्यश्रवणाद् अङ्गुष्ठापूरितकर्णान्तराग्यश्रवणं आसन्नमृत्युलिङ्गं समुद्रध्वनिश्रवणदशग्रन्थिस्फुरणद्वादशाक्षरानुपलम्भाधुपलक्षणमेतत्। इति गाथार्थः । ॥ ९७ ।।
ઉપર જેમ આગમથી મૃત્યુની આસન્નતા જણાવી તેવી જ રીતે હવે ટીકાનાં આ પદોમાં દેવતા આદિ શેષ પદોથી પણ મૃત્યુની આસન્નતા જણાવે છે.
(૨) દેવતાથી
કોઈ દેવ અવધિજ્ઞાનથી જાણીને આવા પ્રકારના મહાયોગીને પોતાનું મરણ નજીક છે એમ કહે, તો તેવા પ્રકારના દેવકથનથી મૃત્યુની આસન્નતા જણાય છે. કારણ કે શ્રેષ્ઠ ચારિત્રવાળા મહાત્મા પુરુષ સદા ગુપ્ત રીતે દેવો વડે પરિગૃહીત હોય છે. એટલે કે સમ્યગદૃષ્ટિ દેવતાઓ સદા ગુપ્ત રીતે (અથવા કવચિત્ પ્રગટ પણે પણ) આવા યોગી મહાત્માની સેવા કરતા જ હોય છે. તે કારણથી મહાત્માનું મૃત્યુ આસન્ન બને ત્યારે આવા પ્રકારના સમ્યગ્દષ્ટિ દેવો જણાવે પણ છે. તથા આ જ દેવો તે મહાત્માને ઉચિત અન્ય પણ (શેનાથી મૃત્યુ થશે, મૃત્યુબાદ ક્યાં જન્મ થશે ઈત્યાદિ કહેવા યોગ્ય બીજા ભાવો પણ) કહે જ છે.
(૩) પ્રતિભાથી
આ પ્રમાણે પ્રતિભાથી પણ મૃત્યુકાળ જણાય છે. જે મહાત્માઓને પદાર્થોનું સમ્યગૂ અને યથાર્થ જિનાજ્ઞા મુજબનું જ્ઞાન હૃદયમાં વ્યાપ્યું હોય છે. તેઓમાં જ્ઞાનના બળથી પ્રગટ થયેલી એક અલૌકિક એવી શક્તિ હોય છે કે જેને પ્રતિભા અર્થાત અંત ફુરણા કહેવાય છે. અંદર હૈયું જ પોકારે કે હવે આ પ્રમાણે બનવાનું છે. તેને પ્રતિભાજન્ય = પ્રાતિજજ્ઞાન કહેવાય છે. આ મહાત્મા યોગીનું પ્રાતિજજ્ઞાન પણ અવિસંવાદી જ હોય છે. યથાર્થ હોય છે. એ શક્તિ જ મૃત્યુકાળ કહી આપે છે. તથા આવા મહાત્માયોગી પુરુષોની આ પ્રતિભજ્ઞાનશક્તિ વ્યવહારમાં ઉપયોગી એવાં બીજાં ભાવિકાર્યો પણ તેવા પ્રકારે જાણે છે.
(૪) સ્વપ્નથી મૃત થયેલા એટલે સ્વર્ગસ્થ એવા ગુરુજીના આહ્વાન આદિથી પણ મૃત્યુ
I મોહીત
2
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org