________________
સુવર્ણકલશોપમ એમ પુણ્ય બે પ્રકારનું કહ્યું તેને જ જૈનદર્શનમાં દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય અથવા પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે તથા કાયપાતી અને ચિત્તપાતી જે શબ્દો છે તેને જ જૈનદર્શનમાં ઉદિતકર્મથી પુણ્ય ભોગવે છે. પરંતુ મોહથી લેવાતા નથી. તેને અનાસક્ત અને મોહને આધીન થઈને જે ભોગવે છે તે આસક્ત અથવા બાહ્ય અને અત્યંતર એવા શબ્દોનો પ્રયોગ કરે છે. અર્થથી બધું મળતું જ છે.
તથા આદિશબ્દથી બીજી પણ એક માન્યતા જણાવે છે કે અન્યદર્શનોમાં કહ્યું છે કે યોગમાર્ગમાં પ્રવર્તેલા મહાત્માઓને (૧) વિજય (૨) આનન્દ (૩) સક્રિયા અને (૪) ક્રિયાસમાધિ પ્રાપ્ત થાય છે. આવું જ કહ્યું છે. તે પણ જૈન દર્શનને અનુસરનારું જ કથન છે. તે ચારનું સ્વરૂપ આ પ્રમાણે છે –
(૧) વિજય = વિતવાર ક્ષમતં પ્રથમમ્ = તત્ત્વ જાણવા માટે અનેક પ્રકારના તર્ક-વિતર્કોથી ભરપૂર, અને કાયામાત્રથી ભોગસુખો ભોગવવાની ઈચ્છાથી સુભિત (આકુળવ્યાકુળ) એવું જે ચિત્ત તે વિજય.
(૨) આનંદ - પ્રત્યુત્તાવિતમાનર્સ દિતીયમ્ = ભોગસુખો સંબંધી સુબ્ધતા દૂર કરીને ધર્મપ્રવૃત્તિ પ્રત્યેની પ્રીતિથી ધર્મ કરવા તરફ ઊછળતું એવું (ઉલ્લસિત થતું એવું) મન તે આનંદ.
(૩) સ&િયા=સુસકામાતુર તૃતીય = પ્રાપ્ત થયેલી ધર્મની સન્ક્રિયાઓમાં સુખથી (આનંદથી) સંગત (ભરપૂર), અને તેના ઉપરની ઊંચી ધર્મક્રિયાઓમાં જવા માટે આતુર (અધીરું) બનેલું ચિત્ત તે સન્ક્રિયા.
(૪) ક્રિયાસમાધિ = પ્રાગૈનિસુવું વતુર્થમ્ = પ્રશમસ્વભાવના એકાન્ત સુખમાં ગરકાવ થઈ જવું. પ્રશમભાવમાં લયલીન બની જવું. તે ક્રિયા સમાધિ. ઈત્યાદિ અન્યદર્શનોમાં જે કંઈ યોગની ભૂમિકામાં બતાવાયું છે. તે વિગેરે સર્વે કથન અમે ઉપર જણાવેલી ચતુઃ શરણ, રાગાદિના પ્રતિપક્ષની ભાવના અને મૈત્રી આદિ ભાવનાઓથી પ્રાપ્ત થતી યોગદશામાં બધું જ ઘટી શકે છે. અન્ય દર્શનોમાં કહેલી સર્વે હકીકતો જૈન દર્શનમાં કહેલી યોગપ્રક્રિયાને જ અનુસરનારી છે. માત્ર કહેવા – કહેવામાં નામોનો જ ભેદ છે. અર્થભેદ કોઈપણ પ્રકારનો નથી. કારણ કે તાત્ત્વિક રીતે વિચાર કરીએ તો યોગની વૃધ્ધિનું અને પ્રસ્તુત ચતુદશરણાદિ ભાવનાઓનું આવું જ સ્વરૂપ છે.
ઢોરમાર : કઠ૮ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org