________________
આ ચાર ગાથાઓમાં પ્રથમની ત્રણ ગાથાઓમાં અન્યદર્શનકારોએ તેઓના શાસ્ત્રોમાં જે આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો છે અને યોગની પ્રાપ્તિના પ્રસંગો વર્ણવ્યા છે તેનું વર્ણન કરેલું છે. અને છેલ્લી ચોથી (૮૯મી) ગાથામાં તેનો જૈનદર્શનની સાથે ઉપસંહાર કરેલો છે. તેથી પ્રથમ અન્યદર્શનકારોના વિચારો જાણીએ -
આગમોની (ધર્મને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોની) સાથે બાધા આવે એવી રીતે ખોટી રીતે હાર્દિક ભાવના વિના માત્ર શરીરની કાયિક ધર્મક્રિયાઓ વડે જે રાગાદિ દોષોને ખપાવ્યા હોય તે કેવા હોય છે ? મંડુકના (દેડકાના) ચૂર્ણ તુલ્ય હોય છે. એટલે કે પાણી સુકાઈ જવાથી જે દેડકાંઓ મૃત્યુ પામ્યાં હોય અને તેઓનાં નિર્જીવ શરીરો પડ્યાં હોય ત્યારે, અથવા સજીવ હોય પરંતુ જળ ન હોવાથી જેમાં ઉન્માદ નથી એવાં તે દેડકાંનાં શરીરો ડ્રાંઉ ડ્રાંઉ કરતાં નથી. શાન્ત હોય તેમ લાગે છે. તે કાળે મંડુક સંબંધી ડ્રાંઉં ડ્રાંઉની ક્રિયાનો ક્ષય થયો હોવા છતાં પણ અક્ષય રૂપ જ છે. કારણ કે વરસાદાદિ નિમિત્તોના સંયોગથી પાણી આવતાં જ જીવતાં દેડકાંઓમાં ઉન્માદ ઉત્પન્ન થવાથી, અને મરેલાંઓના શરીરના પુદ્ગલોમાં સંમૂર્ણિમ દેડકાંઓની પુનઃ અપરિમિત ઉત્પત્તિ થવાથી ફરીથી પૂર્વ કરતાં પણ અધિક ડ્રાંઉં ડ્રાંઉ ક્રિયા કરવા જ લાગે છે. આ જ પ્રમાણે શાસ્ત્રોનાં વચનોની સાથે બાધા આવે તેવી રીતે શાસ્ત્રવચનની અપેક્ષા રાખ્યા વિના તેવા પ્રકારના કરાયેલા ધર્માનુષ્ઠાનોથી ઓળખાતી માત્ર શારીરિક ધર્મક્રિયાઓ વડે કરાયેલો રાગાદિ દોષોનો ક્ષય પણ અક્ષય જ છે કારણ કે આ ભવમાં કરેલી આ કાયિક ધર્મક્રિયાઓ વડે પુણ્ય બંધાય છે. અને તે પુણ્ય જન્માન્તરમાં સ્વર્ગાદિ આપે છે. પરંતુ ભાવનાઓથી વાસિત ચિત્ત ન હોવાથી ચિત્તમાંથી રાગાદિ દોષો ટાળ્યા નથી, તેથી જન્માન્તરાદિનો સંયોગ થવાથી પુણ્ય જન્ય સ્વર્ગાદિમાં-દેવ-દેવીના વૈભવમાં આ જીવ પુનઃ અધિક રાગાદિવાળો થાય છે. તેથી વધારે કર્મ બાંધે છે. (જેને જૈનશાસ્ત્રોમાં પાપાનુબંધી પુણ્ય કહેવાય છે.)
અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - ક્રિયામાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય મંડુકના ચૂર્ણતુલ્ય છે. અને ભાવનાથી કરાયેલો કર્મોનો ક્ષય દેડકાંના ભસ્મતુલ્ય છે. ઇત્યાદિ. આ મંડુકના ચૂર્ણનું દૃષ્ટાન્ત તો બીજાં આવાં અનેક દૃષ્ટાન્તોનું ઉપલક્ષણ સમજવું. અર્થાત્ આ એક જ દૃષ્ટાન્ત છે એમ નહીં. બીજાં પણ આવાં અનેક દૃષ્ટાન્તો છે. જેમ કે કોઈ એક પુરુષને શરીરમાં કોઈ રોગ થયો છે. તે રોગથી થતી વેદના
સંવંત
૨૦૨
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org