________________
(૧)
(૪)
તતા માલિટુવાવસપદ્ધમિયાતિશ - ૩ - ૪૫
તે યોગદર્શનના પ્રભાવથી અણિમાદિ (અણિમા – લધિમા – મહિમા અને પ્રાપ્તિ આદિ) લબ્ધિઓનો પ્રાદુર્ભાવ થાય છે. તથા પ્રાકામ્ય -ઇશિત્વ - વશિત્વ અને કામાવસાયિત્વાદિ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેના અર્થો આ પ્રમાણે છે – (૧) મોટું શરીર નાનું કરી શકે તે અણિમા (૨) વજનદાર શરીર હલકું કરી શકે તે લઘિમા (૩) ઘણું મોટું શરીર બનાવી શકાય તે મહિમા (૪) ભૂમિ ઉપર રહે છતે અંગુલીના અગ્રભાવ વડે સૂર્ય-ચંદ્રને સ્પર્શી
શકાય તે પ્રાપ્તિ.
પાણીની જેમ પૃથ્વીમાં ડૂબી શકે અંદર ઉતરી જાય તે પ્રાકામ્ય. (૨) ભોતિક પદાર્થોની ઉત્પત્તિ – નાશ દ્વારા સ્વયં રચના કરી શકે તે ઈશિત્વ. (૩) ભૌતિક પદાર્થોને પરવશ ન થાય, સ્વતંત્ર રહે તે વશિત્વ.
પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પ માત્રથી ભૂતોમાં રચના કરી શકે તે કાયાવસાયિત્વ ઈત્યાદિ તથા યોગદર્શનમાં કાયસંપત આ પ્રમાણે જણાવી છે –
रुपलावण्यबल वज्रसंहननत्वानि कायसम्पत् - 3-४६
શરીરમાં અતિશય સુંદર રુપ, લાવણ્ય, બળ અને વજની સમાન શરીરના અવયવોની મજબૂતાઈ પ્રાપ્ત થાય તે કાયસમ્પ તથા યોગિદશાના પ્રભાવે તે તે ભૂતધર્મોમાંથી યોગિને કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી.
તથા જૈનદર્શનમાં પણ આવશ્યક નિર્યુક્તિમાં તથા તેના જ ઉપર શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ વડે રચાયેલા “શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં “પણ આમર્ષોષધિ આદિ લબ્ધિઓ યોગ દશાથી પ્રાપ્ત થાય છે તે જણાવેલું છે.
आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लमोसही चेव । संभिन्नसोय उजुमइ, सव्वोसहि चेव बोधव्वा ॥७७९ ।। चारण - आसीविसा, केवली य मणनाणिणो य पुव्वधरा । अरहंत चक्कवटी, बलदेवा वासुदेवा य ॥७८० ॥
આમાઁષધિ, વિપ્રૌષધિ, શ્લેષ્મૌષધિ, જલ્લૌષધિ, સંભિન્નશ્રોત્રો પલબ્ધિ, જુમતિ, સર્વોષધિ, ચારણલબ્ધિ, આશી વિષલબ્ધિ, કેવલિલબ્ધિ તથા મનઃ
- I પોશાક તક.
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org