________________
યોગાનુમાવત પવ' = યોજનામથ્થત વ તત્પતિવચનિવૃત્ત , “પ્રાયઃ” = વાહુચેન, શમનપ્રિ-માદાર વિપૂલે અનામ:, किन्तु लाभ एव,कुतः? इत्याह-लब्धीनामपि = रत्नादिरूपाणां,"योगानुभावत ત્રિયો સામન્“સમ્રસિ” = જેમના પ્રતિ: પોપવારપા, મર્થ = યોનિ:, “ ' = યમાત્ વારંપત્િ વતા, “સ” = સિદ્ધા
રૂતિ યથાર્થઃ ૮૩ | ગાથાર્થ :- યોગના પ્રભાવથી જ આ મહાત્માઓને સુંદર આહારની પણ અપ્રાપ્તિ પ્રાયઃ હોતી નથી, તથા શાસ્ત્રોમાં આ મુનિઓને તો યોગના પ્રભાવથી લબ્ધિઓની પ્રાપ્તિ પણ વર્ણવેલી છે. જે ૮૩ |
ટીકાનુવાદ - અવતરણમાં પ્રશ્ન સમજાવેલ છે. તે મુજબ આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આવી યોગી દશામાં વર્તતા મુનિને લોકસંપર્ક બહુ ઓછો હોવાથી, યોગીને લોકોને જાણતા હોવાથી, અને યોગી પોતે નિઃસ્પૃહ હોવાથી શું હવિપૂર્ણાદિ ભોજનની પ્રાપ્તિ સંભવી શકે ?
તેનો ઉત્તર આ ગાથામાં સમજાવતાં આચાર્યશ્રી સુંદર એક જ ઉત્તર આપે છે કે “યોગનો પ્રભાવ અચિજ્ય છે.”
યોગી મહાત્મા જેમ જેમ યોગદશામાં આગળ વધતા જાય છે. તેમ તેમ એ યોગના પ્રભાવથી જ તીવ્રપુણ્યોદય વધતો જાય છે અને તે આહારાદિની પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનારાં એવાં પૂર્વબદ્ધ કર્મોની વિશિષ્ટ નિવૃત્તિ (નિર્જરા) થવાથી ઘણું કરીને હવિપૂર્ણ એવા ઘેબર આદિ વિશિષ્ટ આહારની પણ અપ્રાપ્તિ હોતી નથી પરંતુ પ્રાપ્તિ જ હોય છે. અહીં કોઈ મુનિઆત્માનું પૂર્વબદ્ધ અંતરાયકર્મ તીવ્રનિકાચિત ઉદયમાં હોય તો ઢઢણમુનિ આદિની જેમ શુષ્ક આહાર પણ અપ્રાપ્ય બની જાય તો વિશિષ્ટાહાર તો અપ્રાપ્ય બને જ, તેમાં કંઈ આશ્ચર્ય નથી. તે જણાવવા માટે જ મૂળગાથામાં પ્રાય: શબ્દ જણાવેલ છે.
યોગનું સામર્થ્યબળજ એવું છે કે શાસ્ત્રોમાં (યોગ સંબંધીજૈન-જૈનેતર શાસ્ત્રોમાં) તેનું એવું વર્ણન કરેલું છે કે આ મુનિઓને યોગના સામર્થ્યબળથી રત્નાદિ વિશિષ્ટ લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. જેનું વર્ણન હવે પછીની ગાથામાં આવે છે) રત્નાદિ સંબંધી આ લબ્ધિઓની પ્રાપ્તિ અતિસુંદર થાય છે, તથાપિ લબ્ધિઓ દ્વારા અભિમાનસ્વાર્થ-વૈર ન પોષતાં તે બધુ ત્યજીને માત્ર પરોપકારના જ એક ફળને કરવાવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org