________________
એક અંગ છે. માટે ત્રણલેપની જેમ જે જે મુનિને જે જે ઉચિત આહાર હોય અને જેટલો જેટલો ઉચિત હોય તે તે મુનિને તે તે આહાર આપવો અને તેટલો તેટલો આહાર આપવો એ જ હિતાવહ છે.
મદ્યપિ = અહીં પણ જો આહારનું વિપરીત દાન કરવામાં આવે તો દોષ જ આવે. પૂર્વસંસારી અવસ્થા બ્રાહ્મણ આદિકુળની હોય અને ગ્રામ્ય આદિ જીવન હોવાના કારણે અતિમાત્રાએ આહાર લીધો હોય અથવા બાજરીના જાડા રોટલાના આહારથી ટેવાયેલું શરીર - આંતરડા અને હોજરી હોય તેવા મુનિની કાયાને જો અલ્પ આહાર આપવામાં આવે અથવા સુરત-મુંબઈ જેવા શહેરી જીવનમાં બનતાં અતિશય પાતળાં રોટલીનાં ફુલકાં આપવામાં આવે તો સુધા મટે નહીં.
તેવી જ રીતે પ્રથમ સંસારી અવસ્થામાં પાતળી રોટલીઓથી ટેવાયેલું શરીર હોય, તેલ-ઘી-ખાંડ-મીઠું અલ્પ જ ખાવાને ટેવાયેલું હોય, એવા મુનિઓને રોટલા જેવા ભારે ખોરાક અથવા વધારા પડતાં તેલ-ઘી-ખાંડ-મીઠું નાખેલાં દ્રવ્યો આપવામાં આવે તોપણ તે મુનિઓનાં આંતરડાં અને હોજરી કામ ન કરવાથી આરોગ્યની હાનિ થાય, રોગવૃદ્ધિ રૂપ દોષફળ જ આવે માટે ત્રણલેપની જેમ યથોચિત આહારદાન આપવું.
આ વિષય અતિશય ઘણો ગંભીર છે. માટે ગંભીરબુદ્ધિથી પૂર્વાપર સંકલનાથી શાસ્ત્રને અને સાધુજીવનને બાધ ન આવે તે રીતે યથાયોગ્ય વિચારવું. ૮૨ ||
અવતરણ - મુરિતાર્થ નામ: ? ત્યારે નિર/સાર્થમા
તમે ઉપરની ગાથામાં મુનિની કાયાને જે જે ઉચિત આહાર હોય તે તે આહાર આપવો એમ સમજાવ્યું છે. પરંતુ યોગી બનેલા, ત્યાગી બનેલા, અને ગૃહસ્થોનાં ઘરોથી નિર્દોષ જે આહાર મળે તેને જ લેવાવાળા, એવા આ યોગીઓને હવિપૂર્ણ ઓદનાદિ રૂ૫ ઉચિત આહારનો લાભ કેવી રીતે મળે? આવી આશંકા ટાળવા માટે આચાર્યશ્રી જણાવે છે કે
'जोगाणुभावओ 'चिय, 'पायंणंय सोहणस्स "वि अलामो। लद्धीण वि "संपत्ती, "इमस्स जं वणिया समए ।। ८३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org