________________
પરલોકનો પક્ષપાત અને તીર્થંકર પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ કરાવનારો બને છે. આ આત્મસંપ્રેક્ષણ સંપૂર્ણ પૂર્વોક્ત સાતે વિધિઓ સાચવવાપૂર્વક કરે અને માયા - કપટ - બનાવટ માનાદિના પરિણામોને ત્યજીને કેવળ એક આત્મકલ્યાણ માટે જ યથાર્થભાવે ઉપયોગમય આ આત્મસંપ્રેક્ષણ જ્યારે આત્મા કરે છે, ત્યારે ઈહલોકનાં સુખોની વૃત્તિઓ મનમાંથી તન્ન ક્ષીણ થઈ જાય છે. કદાચ કર્મોદયથી ઈહલોકને ભોગવતો હોય તો પણ નિર્લેપ બની જાય છે. કેવળ મારા આત્માનો પરલોક સુધરી જવો જ જોઈએ, આ લોકમાં મને જેમ ધર્મપરાયણતા પ્રાપ્ત થઈ છે તેમ પરભવમાં પણ અતિશય અધિક ધર્મપરાયણતા મને મળવી જોઈએ એવો પરલોકનો પક્ષપાત આવી જાય છે. તેના કારણે તે આત્માને પાપનો બંધ અટકી જાય છે. અથવા હળવો થઈ જાય છે અને પુણ્યનો બંધ તીવ્ર બને છે.
તથા અમૃતમય આ ધર્મ મળ્યાનો એટલો બધો હૃદયમાં આનંદ હોય છે કે આ પરમાત્મા તીર્થંકર દેવ જ મારા ઉપકારી છે તારક છે. અપાર સંસાર સાગરમાંથી પાર ઉતારનાર છે. તેથી તેમના પ્રત્યે અકથ્ય એવો હાર્દિક પૂજ્યભાવ - બહુમાન આવી જાય છે. આ બહુમાન પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય = નિર્જરા કરાવવામાં કારણ બને છે. તેનાથી આ આત્મા ઉપર - ઉપર ગુણસ્થાનકો પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે આ ઉપયોગ પરલોકનો પક્ષપાત કરાવી પાપકર્મોનો બંધ અટકાવી વિશિષ્ટ પુણ્યબંધ કરાવે છે અને તીર્થંકર પરમાત્માની આજ્ઞા પ્રત્યેનું બહુમાન પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરાવે છે. તેનાથી આ આત્મા વિધિપૂર્વક અને યથાર્થભાવપૂર્વક આત્મસંપ્રેક્ષણ દ્વારા સિદ્ધિની સમીપ આવે છે. આ પ્રમાણે ભાવ જાણવો. # ૭૬
અવતરણ :- ૩પસંન્નાદ- હવે આ વાતનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
एवं अब्भासाओ', तत्तं परिणमई चित्तथेज च। जायइ भवाणुगामी , सिवसुहसंसाहगं० परमं ॥७७ ॥
“વ''= ૩ોન ચાર અભ્યાસક્રેતો તરં પરમતિ, रागादिविषयसम्बन्धि । तथा "चित्तस्यैर्य च"- आनन्दसमाधिबीजं ના વિવિશિષ્ટમ? ત્યાદ-“મવાનુગામિ'-નાના ગુલામ શત્ર शिवसुखसंसाधकं" = पारम्पर्येण मोक्षसुखसाधकमित्यर्थः। "परमं"= प्रधानं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org