________________
“તથાસ્વભાવત્વ” એટલે શું? તથા = વિવલિત (ઘટમાત્ર) ભાવે ભવનનો (થવાનો) જે સ્વભાવ તે તથાસ્વભાવત્વ, માટીમાં વિવલિત એવા ઘટમાત્ર ભાવે થવાનો સ્વભાવ છે. તેથી માટીમાંથી ઘટ જ થાય છે. પરંતુ પટ - મઠાદિ થતા નથી. જો બૌદ્ધે કહ્યું તેમ “જે અભાવ હોય તે ભાવાત્મક બને” એમ માનીએ તો માટીમાં જેમ ઘટનો અભાવ છે તેમ પટ - મઠ – શશશૃંગાદિનો પણ અભાવ છે. તેથી તે પણ ભાવાત્મક બનવાં જોઈએ પરંતુ બનતાં નથી. માત્ર ઘટ જ બને છે તેથી માટીમાં માત્ર ઘટભાવના ભવનનો સ્વભાવ તે તથાસ્વભાવત્વ વર્તે છે. તે તથાસ્વભાવત્વ હેતુથી જ પ્રત્યેક દ્રવ્યો નિવૃત્તિ (બદલાવાપણાના) ધર્મવાળાં છે. દ્રવ્યાર્થિક નયથી જે પર્યાય “સંત” છે તે જ પ્રગટ થાય છે.
તથા ઘટ ફૂટે ત્યારે પણ ઘટાત્મક જેપર્યાય,તે પર્યાયમાત્રપણે અભવનસ્વભાવ તેનું નામ તથાસ્વભાવત્વ તેવો તથાસ્વભાવત્વ હોવાથી ઘટ છૂટે ત્યારે માત્ર ઘટ પર્યાય જે સત્ હતો તેનું જ અભવન (અસ) થવું ત્યાં સંભવે છે. પરંતુ માટી અસત્ થતી નથી. જો બૌદ્ધે કહેલું “ જે જે સતુ હોય તે તે અસત્ થાય” એમ માનીએ તો ઘટ જેમ સત્ છે તેમ મૃદુ પણ સત્ છે માટે તે પણ અસતુ બનવી જોઈએ પરંતુ માટી અસદ્ બનતી નથી. તેથી ઘટપર્યાય માત્રનો અસત્ થવા રૂપ તથાસ્વભાવત્વ ત્યાં હોવાથી ઘટ જાય છે પરંતુ માટી દ્રવ્ય તેનું તે જ અનુવૃત્તિ રૂપે વર્તે છે.
આ પ્રમાણે પર્યાયમાત્રને આશ્રયી નિવૃત્તિ હોવાથી ઉત્તર પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ, પૂર્વપર્યાયની અપેક્ષાએ વ્યય એમ નિવૃત્તિસ્વભાવના કારણે ઉત્પાદ-વ્યય સંભવે છે. તથા પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ - વ્યય હોવા છતાં પણ મૃદ્દવ્યરૂપે પિંડાવસ્થા, ઘટાવસ્થા, અને કપાલાવસ્થામાં માટી અલ્પ પણ ફરતી નથી તેથી અનુવૃત્તિ સ્વભાવવાળી હોવાથી માટી દ્રવ્યરૂપે ધ્રુવ છે. આ પ્રમાણે નિવૃત્તિ અને અનુવૃત્તિને કારણે તમામ દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવવાળાં છે.
આ સિવાય બીજો કોઈ પ્રકારાન્તર માનો તો ૩ક્તવત્ = ઉપર ૭૨મી ગાથામાં સમજાવ્યું તેમ ઉત્પાદાદિ (ઉત્પાદ - વ્યય અને ધ્રુવ) ધર્મો ઘટતા નથી અને અતિવ્યાપ્તિ દોષ આવે છે.
વં પ્રમા= આ પ્રમાણે પ્રત્યેક દ્રવ્યોમાં પ્રક્રમ (રીત) હોવાથી “પુરુષ” સર્વથા અવિકારી (નિત્ય) પણ નથી, તથા અપિશબ્દથી સર્વથા વિકારી (અનિત્ય)
શત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org