________________
ઉપરોક્ત વિધિપૂર્વક તત્ત્વોનું ચિંતન કરતાં કરતાં જે તત્ત્વજ્ઞાન થાય છે તે પ્રથમનાં બે જ્ઞાનો- (૧) શ્રુતજ્ઞાન અને (૨) ચિંતામયજ્ઞાન ના નિરાસ કરીને ત્રીજું ભાવનામયજ્ઞાન કહેવાય છે. આ તત્ત્વજ્ઞાન થવાથી મોટામાં મોટી ત્રણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૧) અસત્ પ્રવૃત્તિઓની નિવૃત્તિ
આ આત્મા આજ સુધી રાગાદિના પરવશપણે અને અજ્ઞાનતાના બળે ઘણી અસત્ પ્રવૃત્તિઓ કરતો હતો. આ ભાવનામયજ્ઞાન એ જાગૃતિનો એક મહાન દીપક છે. અસત્ પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છા જ મૃત્યુ પામી જાય છે. ચોરી – જૂઠ - છેતરપીંડી - બનાવટ મોટાઈના ભાવો જ હૃદયમાંથી દૂર થઈ જાય છે. અત્યાર સુધી ઘણી વખત અસતુ પ્રવૃત્તિઓ ત્યજી હશે પરંતુ તે કાં તો માન - મોભા માટે, કાં તો તેનાથી આવતા દુઃખથી કંટાળીને, કાં તો પરિણામ દુષ્ટ આવવાનું દેખાય એટલા માટે, પરંતુ આ અસ–વૃત્તિઓ અસાર છે. કર્મબંધનું કારણ છે જીવને સંસારમાં ઘણું ભમાવનાર છે. એમ સમજીને હૃદયથી નહીં કરવાની બુદ્ધિએ ત્યજી નથી. જે આ તત્ત્વજ્ઞાનના પ્રતાપે તેવી પ્રવૃત્તિઓમાંથી મન જ નીકળી જાય છે. દૂરથી જ તેનો સંબંધ ત્યજાય છે. તેવી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ નષ્ટ થઈ જાય છે. માટે આ તત્ત્વજ્ઞાન અસત્યવૃત્તિઓની નિવૃત્તિનું જનક છે. એટલે કે મિથ્યાજ્ઞાનના કારણે જે ખોટી પ્રવૃત્તિઓ થતી હતી, અથવા ખોટી પ્રવૃત્તિઓ કરવાની તમન્ના હૃદયમાં જાગતી હતી, તે તમામની નિવૃત્તિનું જનક આ તત્ત્વજ્ઞાન છે.
(૨) ચિત્તની સ્થિરતા
પરમ કલ્યાણકારી એવું આ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવનમાંથી જેમ જેમ અસત્ પ્રવૃત્તિઓની નિવૃત્તિ થાય છે તેમ તેમ ચિત્ત વધારે ને વધારે સ્થિર થતું જાય છે. કારણ કે કાયાથી અસત્ પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છાઓ તથા અસત્ પ્રવૃત્તિઓ જ મનમાં ક્લેશ ઉત્પન્ન કરે છે. તેનાથી આકુળ-વ્યાકુળતા અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. જ્યારે અસત્ પ્રવૃત્તિઓ જ નિવૃત્તિ પામી ગઈ છે તો તેનાથી વિષય - વાસના – કષાય અને ક્લેશો રૂપી ઉપદ્રવો મનમાં ઊંઠવાના જ નથી. મોહના વિકારો મનને સતાવવાના જ નથી. તેથી મનમાંથી મોહના વિકારો રૂપી ઉપદ્રવોનો ત્યાગ થવાથી આ તત્ત્વજ્ઞાન મેરૂપર્વતની જેમ મનને નિષ્પકંપ કરનારું બને છે. આટલી ઊંચી પ્રાપ્ત થયેલી નિષ્પકંપ મનની સ્થિતિ આત્માને ક્ષપકશ્રેણી સ્વરૂપ સંપૂર્ણ
એગશત કરી રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org