________________
તેથી જીવનો મોક્ષ થવો જોઈએ નહીં જેમ અભવ્ય જીવોમાં ભવ્ય પણું અનાદિનું છે માટે અનંતકાળ રહે છે. તેમ જીવ-કર્મનો સંબંધ અનાદિ હોવાથી અનંતકાળ રહેવો જોઈએ. તેથી જીવની મુક્તિની વાત અઘટમાન છે.
આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે કે “જેનો સંબંધ અનાદિનો હોય તેનો સંબંધ ભાવિમાં પણ અનંતકાળ જ રહે” એવો નિયમ નથી. અર્થાત્ આ નિયમ વ્યભિચારયુક્ત છે. જેમ “કંચન-માટી”નો સંબંધ અનાદિ છે. છતાં ખાર અને માટીના પુટપાકાદિ વડે તે સંબંધનો અંત આવી શકે છે. તેમ જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની ઉપાસના અને સમતાભાવ રૂપ સામાયિકની આરાધના વડે અંત આવી શકે છે. જો કે અહીં “કંચન-અને ઉપલ”નો સંબંધ જે અનાદિ કહ્યો છે તેમાં વિચારણા કરતાં ખરેખર તે અનાદિ સંબંધ નથી, કારણ કે બન્ને પૃથ્વીકાય જીવદ્રવ્યનાં મૂર્ત શરીરો જ છે. તેથી જ્યારે તે જીવદ્રવ્યોની પૃથ્વીકાયપણે ખાણમાં ઉત્પત્તિ થઈ ત્યારે તેનો સંબંધ થયો છે. એટલે સંખ્યાતા વર્ષાદિ પૂર્વેનો સંબંધ હોઈ શકે છે. પરંતુ અનાદિકાળનો નથી. તેથી ખરેખર તે સંબંધ સાદિ છે અને સાત્ત છે. છતાં અહીં કંચન-ઉપલના સંબંધને જે અનાદિ કહેવામાં આવ્યો તેનો ખુલાસો કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “નિમત્રતા ૩૯હરણ =આ દૃષ્ટાન્ત નિસર્ગમાત્રપણે (કુદરતની માત્ર અપેક્ષાએ) જ આપવામાં આવ્યું છે. આ બન્ને સંબંધની આદિ હોવા છતાં નિસર્ગપણે = કુદરતી રીતિએ = વ્યાવહારિક જીવોની વચ્ચે તેની આદિ જડતી નથી એ અપેક્ષાએ આ બન્નેનો સંબંધ અનાદિ કહ્યો છે. તેમ ભાવાર્થ જાણવો. કંચન-ઉપલની માફક બીજાં પણ આવાં દૃષ્ટાન્તો છે કે જે પદાર્થ અનાદિનો હોય છતાં અનંત ન પણ હોય. જેમ કે :
(૧) પ્રાગભાવ ન્યાયદર્શનમાં અનાદિ છે છતાં સાન્ત છે.
(૨) બાપ-દાદાની પેઢી અનાદિની છે. છતાં તે પેઢીનો અંત પણ હોય. જે પુરુષ અપરિણીત રહે, દીક્ષિત થાય, અથવા નિઃસંતાન હોય તો તેની પેઢી અનાદિ હોવા છતાં તે પેઢીનો અંત પણ હોઈ શકે છે.
(૩) બીજ અંકુરાની ઉત્પત્તિ પ્રવાહથી અનાદિ છે છતાં જે બીજ ન વાવવામાં આવે, અથવા જે અંકુરો છૂંદી નાખવામાં આવે તો ત્યાં તેનો અંત પણ આવે છે. (૪) મરઘી અને ઇંડાની ઉત્પત્તિ અનાદિની હોવા છતાં તે બેમાંથી ગમે
યોગશાક 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org