________________
બાદ એકાન્તમાં પોતાના આત્માનું પ્રકર્ષે કરીને ઇક્ષણ કરવું અર્થાત્ નિરીક્ષણ કરવું, તે જ ઉચિત છે.
જો કે આ આત્મનિરીક્ષણ કરનાર આત્મા જ્ઞાનયોગી છે. એટલે ભૂલ થવાનો ભય પ્રાયઃ નથી. છતાં મોહના સુભટો લુચ્ચા છે. હોય શત્રુ અને દેખાય મિત્ર જેવા એટલે ભદ્રિક ભાવે આ આત્મા થાપ ન ખાઈ જાય માટે “અતિનિપુણપણે” ચતુરાઈથી આત્મનિરીક્ષણ કરવું. ઘણી વખત પ્રશસ્તના નામે અપ્રશસ્ત આચરણ થતું હોય, શાસન પ્રભાવનાના નામે સ્વપ્રભાવના કરાતી હોય, પરજીવોને સંસારમાંથી તારવાના બહાને શિષ્ય પરિવારનો મોહ પોષાતો હોય, જ્ઞાનાદિ યોગોની સાધનાના બહાને વિગઈઓનું સેવન થતું હોય, ભક્તિના નામે સંપર્ક વધતો હોય, સેવાના નામે મોહપોષક કામો કરાતાં હોય – આ બધું અતિનિપુણતાપૂર્વક બારીકાઈથી સ્વયં અંદર નિરીક્ષણ કરે તો જ તેને સમજાય. માટે આચાર્યશ્રીએ “અતિનિપુણતા” પૂર્વક આત્મનિરીક્ષણ કરવાનું જણાવ્યું છે.
તથા મારા સ્વભાવો એટલે બોલવાના, વર્તવાના, હાવભાવના, ક્રોધાદિકષાયના તથા ક્ષમાદિ ગુણો સંબંધી મારા સ્વભાવ કેવા છે? તેનો સ્વત: = પોતાની રીતે બોધ કરવો. જાણકારી મેળવવી. પ્રસંગો આવે ત્યારે હું કેટલો સ્થિર રહું છું? કેટલો કષાયને પરવશ થાઉ છું ? તે સ્વભાવો દ્વારા પોતે પોતાની ગવેષણા કરવી તથા મારા સહવર્તીઓમાં, સમુદાયમાં, પરિવારમાં, સમાજમાં, અને ઈતરલોકોમાં મારી છાપ કેવી છે? મારા સ્વભાવ વિષે લોકો શું મત આપે છે? એમ પરત: = પરથી પણ આત્મગવેષણા કરવી. કારણ કે આપણે આપણા આત્માના દોષો કાઢવા જ છે. ઘણી વખત પોતાને પોતાના દોષો સ્વતઃ ન પણ જણાય, મોટા દોષો નાના દેખાય. માટે પરતઃપણ સ્વસ્વભાવાદિના દોષોનું નિરીક્ષણ અવશ્ય કરવું. આત્માને દૂષિત કરે-મલીન કરે- કર્મબંધોમાં ઝકડાવે તે દોષ કહેવાય છે. તે રાગાદિ (રાગદ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણ મુખ્ય) દોષો છે. તે દોષોની તપાસ કરવાની અપેક્ષાએ આત્મસંપ્રેષણ કરવું.
શું આ હું રાગબહુલ છું? કે શું હું મોહબહુલ (અજ્ઞાનબહુલ) છું કે શું હું દ્રષબહુલ છું ? જાઓ કેવી જ્ઞાનયોગીની આત્મગવેષણો ! પોતે પોતાનામાં જ ઊંડો ઊતરે છે. રાગાદિ દોષો અનાદિના છે. તે હશે ત્યાં સુધી વીતરાગ બનાશે નહીં, આજ સુધી મેં મારા દોષોમાં દોષપણું જ માન્યું નથી. કોઈ વ્યક્તિ પ્રત્યે
I યોગાતેક ૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org