________________
છેદ્યસ્વભાવ છે. કુહાડાદિમાં છેદકસ્વભાવ છે.એમ ઉપાદાનકારણમાં પરાવર્તનીયતા સ્વભાવ હોય છે અને નિમિત્તમાં પરાવર્તનનો કારકસ્વભાવ હોય છે. તેવી જ રીતે કર્મોમાં ઉપક્રમણ સ્વભાવ છે અને પુરુષાર્થમાં ઉપક્રમણ સ્વભાવ છે. આ પ્રમાણે ઉભયમાં પોતપોતાનો સ્વભાવ માને છતે જ સર્વ ઠેકાણે ઈષ્ટની સિદ્ધિ થાય છે. અન્યથા=જો ઉભયમાં સ્વભાવ માનવામાં ન આવે અને અન્યથાયોગ કરવામાં આવે એટલે એકમાં જ સ્વભાવ માનવામાં આવે તો અતિવ્યાપ્તિ આવે. જેમ કે માત્ર તૃણના દાહ્યસ્વભાવથી જ તૃણ દાહ પામતું હોય તો અગ્નિ વિના પણ તૃણ દાહ પામવું જોઈએ આ અતિવ્યાપ્તિ આવી. અથવા માત્ર અગ્નિના દાહક સ્વભાવથી જ જો દાહ થતો હોય તો ઈટ-પત્થર વિગેરેમાં પણ અગ્નિથી દાહ થવો જોઈએ. આવી અતિવ્યાપ્તિ આવે. માટે ઉભયમાં તથાવિધ સ્વભાવ માનવો એ જ ઉચિત છે.
આ પ્રમાણે ઉપાદાન અને નિમિત્ત એમ ઉભયમાં રહેલા અનુક્રમે તથાવિધ ઉભયસ્વભાવથી જન્ય તત્ત્વ=કાર્યસિદ્ધિ હોવા છતાં પણ તેની તેની ઉદગ્રતા (મુખ્યતા કરવા) રૂપ પ્રધાનતાના કારણવાળી કર્મ અને પુરુષાર્થની વ્યવસ્થા છે. સારાંશ કે ઉપાદાન અને નિમિત્ત, અથવા કર્તા, કર્મ અને કરણ એમ બધાં કારણોનો યોગ મળે તો જ કાર્યસિદ્ધિ થાય છે. તો પણ તેવા તેવા જીવોની ભૂમિકાને આશ્રયી તેને ઉભયમાર્ગમાં લાવવા માટે એકેકની પણ પ્રધાનતા કરવા રૂપ વ્યવસ્થા છે. જેમ કે એકાન્તનિશ્ચયવાદી આત્માઓ ઉપાદાનની જ પ્રધાનતા કરતા હોય છે. તેથી તેમના પ્રતિબોધ માટે તેમની સામે નિમિત્તની જ પ્રધાનતાવાળી (વ્યવહારનયની) દેશના જ ઉપકારી બને છે. તથા એકાન્તવ્યવહારવાદી આત્માઓ માત્ર નિમિત્તની જ પ્રધાનતા કરતા હોય છે. તેથી તેમના પ્રતિબોધ માટે તેમની સામે ઉપાદાનની પ્રધાનતાવાળી (નિશ્ચયનયની) દેશના ઉપકારી બને છે. કર્મ અને પુરુષાર્થની વ્યવસ્થા પણ આ પ્રમાણે જ છે. નિશ્ચયનયથી કર્મોમાં ઉપક્રમણ સ્વભાવ હતો એટલે કર્મો ઉપક્રમ પામ્યાં છે. અને વ્યવહારનયથી તેવા પ્રકારનો ભાવશરણાદિ સ્વીકારવાનો પુરુષાર્થ કર્યો તો જ કર્મો ઉપક્રમ પામ્યાં છે.
આ ચર્ચા વધુ સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મબુદ્ધિથી વિચારવા જેવી છે ગ્રંથકારશ્રી જ કહે છે કે અમે જ ઉપદેશમાલા આદિ અન્ય ગ્રંથોમાં આ પ્રકરણ ચર્ચલું છે. માટે અહીં ફરીથી વિસ્તારતું નથી. આત્માર્થી આત્માએ ત્યાંથી જોઈ લેવું. . ૪૯ |
I hયોગમાડે રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org