________________
–
उर्ध्वम् - अधिकगुणस्थानप्रतिपत्तेरुत्तरकालं अधिकगुणैस्तुल्यगुणैश्च प्राणिभिरात्मापेक्षया नित्यं संवासः । संवासो नाम औचित्येन तदुपजीवनादि निर्जराफलः । तथा ' तद्गुणस्थानोचितक्रियापालनास्मृतिसमायुक्तः ' अस्मिन् गुणस्थानके व्यवस्थितेनेदं चेदं च व्यभिति स्मृतिसमन्वागतस्तदेव कुर्यात् । કૃતિ ગાથાર્થ:।
=
11 88 11
ગાથાર્થ :- ઉ૫૨નું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી પોતાનાથી અધિકગુણવાળા ઓની જ સાથે, અથવા સમાન ગુણવાળાઓની જ સાથે નિત્ય સહવાસ રાખવો. તથા તે તે ગુણસ્થાનકને યોગ્ય ક્રિયાઓ મારે પાળવાની જ છે (કરવાની જ છે) એવા પ્રકારની નિરંતર સ્મૃતિ યુક્ત થવું. ॥ ૪૪ ||
ટીકાનુવાદ :- મુમુક્ષુ આત્માઓએ ઉપરનું ગુણસ્થાનક (સમ્યગ્દષ્ટિ આત્માને દેશવિરતિ આવ્યા પછી, અને દેશવિરતિધરને સર્વવિરતિ) આવ્યા પછી આવેલું તે અપૂર્વ ગુણસ્થાનક અત્યન્ત સુદૃઢ બને, તેનું વધુ સ્થિરીકરણ થાય, દીર્ઘકાળ ટકે, પતનનો સંભવ જ દૂર થઈ જાય, અને ઉત્તરોત્તર અપૂર્વ-અપૂર્વ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેટલા માટે પોતાના આત્માની અપેક્ષાએ અધિકગુણવાળા અથવા તુલ્યગુણવાળા મહાત્માઓ સાથે જ સહવાસ કરવો. દેશિવરતિધર બનેલા મુમુક્ષુએ સર્વવિરતિધરોનો અથવા શ્રાવકોનો જ સહવાસ રાખવો પરંતુ અવિરતિનો સહવાસ છોડી દેવો. તથા સર્વવિરધિર બનેલા મહાત્માઓએ સાધુઓનો જ સહવાસ રાખવો પરંતુ ગૃહસ્થોનો સહવાસ છોડી દેવો. કારણ કે અધિકગુણવાન્ અથવા તુલ્યગુણવાળા પુરુષોના સહવાસથી
(૧) પ્રમાદો દૂર થાય છે. (૩) સ્વાધ્યાયની વૃદ્ધિ થાય છે. (૫) કષાયો હળવા થઈ જાય છે. ઇત્યાદિ અનેકવિધ આધ્યાત્મિક લાભો થાય છે.
(૨) વિષયો શાન્ત થાય છે. (૪) સ્વચ્છંદતાનો નાશ થાય છે. (૬) સાંસારિક વિકથાઓ અટકી જાય છે.
‘‘સંવાસ’” એટલે કે ઔચિત્યતા પૂર્વક ગુરુજીની સાથે (પાસે) જીવન જીવવું તે,પરમસંવેગી,વૈરાગ્યવાસિત,સ્વ-પરાત્મહિતચિંતક, પરમગીતાર્થ એવા ગુરુજીની સાથે અથવા ગુરુભાઈઓની સાથે જીવન જીવવું એ જ પૂર્વબદ્ધ કર્મોના નાશ કરવા રૂપ નિર્જરા ફળને આપનારું છે.
યોગ પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org