________________
“અતિનિપુણ” એવો ગાથામાં જે શબ્દ છે તે “વ:” એવા ક્રિયાપદનું ક્રિયાવિશેષણ છે. આગળ કહેવાતો વિધિમાર્ગ ઘણો ઉંડો, સૂક્ષ્મ અને અતિગંભીર છે. પૂર્વાપરની સંકલનાપૂર્વક વિચાર કરવાનો છે. તેથી ધીરજપૂર્વક આ વિચાર કરવો.
(૫) વળી હવે પછીની ૪૦મી ગાથામાં કહેવાતો આ “સામાન્યવિધિમાર્ગ” દેશચારિત્રવાનું અને સર્વચારિત્રવાર્ એમ પાછળલા બે યોગીઓને જ વિચારવાનો છે. પરંતુ અપુનર્બન્ધક અને અવિરતસમ્યગ્દષ્ટિને વિચારવાનો નથી. કારણ કે હજુ તે જીવોની હવે જણાવાતા અતિઉંચા વિચારો કરવાની કક્ષા પ્રાપ્ત થઈ નથી. તેથી તે ભાવો તેમને ઉપકારક નથી. માટે તે અપુનર્બન્ધકાદિ પ્રથમના બે યોગીઓના વ્યવચ્છેદ માટે જ ગાથામાં “પ્રાય:” શબ્દ જણાવ્યો છે. પ્રાયઃ એટલે ઘણું કરીને - બહુલતાએ અર્થાત્ અપુનર્બન્ધકાદિ પ્રથમના બે યોગીને છોડીને અણુવ્રતધારી આદિ પાછળલા બે યોગીને આશ્રયી આ વિધિ જાણવો.
(દ) હવે કહેવાતો આ વિધિમાર્ગ જોકે “સાધારણ” છે. અર્થાત સામાન્ય છે. સમજાઈ જાય તેમ છે. દેશ ચારિત્રવાનું અને સર્વચારિત્રવાર્ એમ બન્ને માટે હોવાથી સાધારણ છે. તથાપિ અતિનિપુણતાએ તે વિધિમાર્ગ અપનાવવા જેવો છે. એટલે કે પ્રારબ્ધ ગુણની સિદ્ધિનું અંગ કેમ બને ?તે રીતે આ વિધિમાર્ગ અપનાવવો. આપણા આત્મામાં ધારો કે જઘન્યદેશવિરતિની કક્ષા આવી હોય તો મધ્યમદેશવિરતિપણું કેમ આવે? અને મધ્યમદેશવિરતિપણું આવ્યું હોય તો ઉત્કૃષ્ટ દેશવિરતિપણું કેમ આવે! અને ઉત્કૃષ્ટ દેશવિરતિપણું આવ્યું હોય તો સર્વવિરતિપણું કેમ આવે ? તે રીતે આ વિધિમાર્ગ અપનાવવો, કારણ કે પ્રાપ્ત થયેલો નીચેલો ગુણ પ્રારંભેલા નીકટના ઉપરના ગુણની સિદ્ધિનું અંગ બને છે. જો તેમ કરવામાં ન આવે અને વિપર્યય કરવામાં આવે એટલે કે જધન્યદેશવિરતિની કક્ષા હાલ હોય છતાં ઉત્કૃષ્ટ દેશવિરતિની કક્ષા મનથી માની લઈ સર્વવિરતિ માટે સીધો પ્રયત્ન કરવામાં આવે તો સર્વવિરતિ રૂ૫ ફળની સિદ્ધિ તો થતી નથી. પરંતુ પ્રાપ્ત જઘન્યદેશવિરતિ પણ ચાલી જવા રૂપ વિપર્યયભાવ આવે છે. પોતાની શક્તિ ન હોય અને અધિક ધંધો ખેલે તો વધુ કમાવાને બદલે પ્રાપ્ત મૂડી પણ ખોઈ બેસે છે. ચાલવાની પણ પૂરી શક્તિ ન હોય અને જો દોડવા જાય તો રહ્યા – સહ્યા પણ પંગ ભાગી જાય છે. માટે વિપરીત આચરણ કરવામાં સિદ્ધિને બદલે વિપરીત ફળ આવે છે. પ્રાપ્તગુણનો પણ નાશ થાય છે. ૩૮ |
યોગશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org