________________
એ એક અભ્યન્તરતપ છે. આત્માની પરિણતિને અતિશય નિર્મળ બનાવવામાં પ્રધાનતમ કારણ છે. ઉત્તમ આલંબન વિના ગમે ત્યાં ભટકતું મન વિષય-વિકાર અને વાસનાઓ તરફ ખેંચાતાં સંસારાભિમુખતા વધતાં આત્માનું પતન થાય છે. માટે સાધુએ સતત સ્વાધ્યાય અવશ્ય કરવો. નવા-નવા ગ્રંથોનું દોહન કરતાં, ભક્તિગીતો ગાતાં, સંવેગ-નિર્વેદગર્ભિત આત્મ પરિણતિનો જે રસાસ્વાદ આવે છે તે તો તેના અનુભવી જ જાણી શકે.
વાચના-પૃચ્છના, પરાવર્તના - અનુપ્રેક્ષા અને ધર્મકથા સ્વરૂપ પાંચ પ્રકારનો આ સ્વાધ્યાયે એ પણ એક પ્રકારને અત્યંતર તપ છે. બાહ્યતપ પણ આ અત્યંતર તપની વૃદ્ધિ અને પુષ્ટિ માટે જ છે. અનાદિ કાળથી આ આત્મામાં ઉંડા પડેલા મોહના દોષોને સ્વાધ્યાય દ્વારા થતી આત્મરમણતા જ દૂર કરી શકે માટે સ્વ-પર કલ્યાણકારક એવો સ્વાધ્યાય સાધુએ અવશ્ય કરવો જોઈએ.
તથા આ સ્વાધ્યાય વિધિપૂર્વક કરવો એટલે કે ભક્તિ - બહુમાનથી દેવ - ગુરુને પ્રણામ કરીને, વાચના આપનારા પ્રત્યે હાર્દિક અત્યન્ત સદ્ભાવ ધારણ કરીને, સેવા-સુશ્રુષા અને ભક્તિનો પરિણામ રાખીને, હૈયામાં પૂજ્યતાની પરાકાષ્ઠા ધારણ કરીને, જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનો પ્રત્યે અતિશય આદરમાન આદરીને સાધુઓએ નિત્યસ્વાધ્યાય કરવો. આવા પ્રકારનો ઉપદેશ ગુરુજીએ સાધુઓને આપવો. (૧૦) મરણ અપેક્ષણ -
મરણ બે પ્રકારનાં છે : (૧) દ્રવ્યમરણ અને ભાવમરણ. ઈન્દ્રિયાદિ દશવિધ દ્રવ્યપ્રાણોનો જે વિયોગ તે દ્રવ્યમરણ. જન્મ્યા ત્યારથી જ જેમ જેમ દિવસો જાય છે, તેમ તેમ આ દ્રવ્યમરણ નીકટ આવી રહ્યું છે. અમદાવાદથી ઉપડેલી ગાડી જેમ જેમ માઈલો કાપે તેમ તેમ મુંબઈ નીકટ આવે છે તેની જેમ, જેમ જેમ સમય જાય છે તેમ તેમ મરણ નિકટ આવતું હોવાથી આ આત્મા વ્યવહારથી મોટો થાય છે. પરંતુ જે માનવજીવન જીવવાનું છે તે અલ્પ થતું જતું હોવાથી નિશ્ચયથી નાનો થતો જાય છે એમ વિચારવું. જો હું ચેતીશ નહીં તો મરણ આવીને ઉભું જ રહેશે, અને આવેલું મરણ તમારાં કામો પૂરાં થયાં છે? કે નથી થયાં? એવી રાહ જોતું નથી. તેમજ કોઈથી પણ નિવારી શકાતું નથી. માટે તે આત્મા ! તું ચેતી જા.
આત્માનું પૌગલિક ભાવોમાં અંજાવું - તન્મય બનવું – સંસારિક સુખોની અતિશય આસક્તિ તે પ્રમાદ કહેવાય છે. તેને ભાવમરણ કહેવાય છે. આ બન્ને
મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org