________________
બને તો ઉંચા એવા પર્વતના શિખર ઉપરથી પાતાળના તળીયે પડવા જેવું બને, કારણ કે મહાદુર્લભ એવા આ સાધુધર્મની પ્રાપ્તિ રૂપ શિખર ઉપર અનેકવિધ મુશ્કેલીઓથી ચડીને પણ મોહરૂપી શત્રુઓ ઘૂસી જવાથી આ આત્માનું પાતાલપતનની જેમ અધઃપતન થાય છે, માટે પોતાના આત્મહિત માટે છિદ્રો પડવા દેવાં નહીં.
(૧) આત્મપ્રશંસા, (૨) પરનિન્દા, (૩) રસલાલસા, (૪) કામવાસના અને (૫) કષાયો આ પાંચ છિદ્રો કહેવાય છે. એમ ઉપદેશમાલામાં શ્રી ધર્મદાસગણિએ કહ્યું છે.
सुट्ठ वि उज्जममाणं, पंचेव करिति रित्तयं समणं ।
अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया च ॥ ७२ ॥ (૮) શુદ્ધ ઉચ્છજીવન - ગોચરીચર્યા જીવન
આધાકર્માદિ ગોચરીચર્યાના ૪૨ દોષોવર્જીને અત્યન્ત સાવધાનીપૂર્વક પરિશુદ્ધ પણે આહારાદિનું લાવવું – વાપરવું ઈત્યાદિ કાર્ય કરવું. સાધુના નિમિત્તે બનાવેલી ગોચરી વાપરવી તે આધાકર્મી, ગૃહસ્થને આગળ – પાછળ રસોઈ બનાવવી પડે તે રીતે ગોચરી વહોરવી તે પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ, આવા પ્રકારના સાધુજીવનને ઉદેશી ગોચરીના ૪૨ દોષો છે, તે દોષોનો ત્યાગ કરી શુદ્ધ આહારનું લાવવું તે બાહ્યથી શુદ્ધિ કલ્પનીતિ= સાધુજીવનના આચારોની નીતિને અનુસાર પાળવી. તથા આહાર લાવ્યા પછી વાપરતી વખતે માંડલીના પાંચ દોષો ત્યજીને આહાર વાપરવો તે અભ્યત્તરશુદ્ધિ પણ કલ્પનીતિને અનુસાર પાળવી. સંયોજનાદિ પાંચ દોષો ત્યજવા તે અત્યંતર શુદ્ધિ અને આહાર લાવવાના ૪ર દોષ ત્યજવા તે બાહ્યશુદ્ધિ એમ બન્ને શુદ્ધિ સાચવવાપૂર્વક આહાર ગ્રહણ કરવો. ઉપદેશમાલામાં માંડલીના ભોજનના પાંચ દોષો શ્રી ધર્મદાસગણિએ આ પ્રમાણે કહ્યા છે કે જે શ્રી ધર્મદાસગણિ પ્રભુ શ્રી મહાવીરસ્વામીના સ્તદીક્ષિત હતા.
संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणट्ठाए ।
भुंजइ रूवबलट्ठा, न धरेइ अ पायपुंछणयं ॥ ३६९ ॥ (૯) વિધિપૂર્વક સ્વાધ્યાય કરવા -
ગુરુને વંદનાદિ કરવા પૂર્વક સાધુઓએ નિત્ય સ્વાધ્યાય કરવો. આ સ્વાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org