________________
ગમે તેટલું તોફાની હોય પરંતુ સમુદ્રની મહાભારતી સાથે અથડાવાથી નદી પૂર શાન્ત થાય છે. તેમ રાગાદિભાવોનું પૂર તેની સામે પ્રાપ્ત થયેલા યોગબીજ (ધર્મમાર્ગ)માં અનુસરવાવાળી ગતિ સાથે અથડાયું છતું શાન્ત થાય છે. અને તે ઉપશાન્તિમાં વૃદ્ધિ થાય છે. ૨૦૨ા.
- હવે સમ્યગ્દષ્ટિના યોગની વાત જણાવે છે કે ભિન્નગ્રન્થિવાળા સમ્યગ્દષ્ટિ આત્માનું પ્રાય ચિત્ત મોક્ષમાં અને શરીર જ માત્ર ભવમાં (ભોગમાં) હોય છે. અર્થાત્ મનની આસક્તિ વિના જ ભાગમાં વર્તે છે. તેથી તેવા આત્માનો સર્વ પણ ધર્મ વ્યાપાર (ધાર્મિક પ્રવૃત્તિ) ભાવથી (નિશ્ચયથી) યોગ મનાયેલો છે. ભોગો પણ મનની આસક્તિ વિના દેહમાત્રથી અનુભવે છે. ફક્ત કર્મોની પરવશતાથી જ તેમાં અનાસક્તભાવે જોડાય છે. મનમાં મોક્ષની આકાંક્ષા સતત અક્ષીણ જ રહે છે. તેથી ભોગફળને આપનારું તે કર્મ પુરુ થતાં મોક્ષ નિકટ થાય છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તેનો આ ભોગવ્યવહાર પણ કર્મક્ષયમાં બાધક ન હોવાથી ભોગાવલીકર્મ સમાપ્ત કરાવનાર હોવાથી આવા જીવની જે જે ચેષ્ટા છે તે પણ મોક્ષફળનું કારણ હોવાથી તીર્થકર ભગવન્તોના જીવનની જેમ યોગ છે. (જુઓ યોગબિન્દુ ૨૦૩ની ટીકા) આ શ્લોકમાં વત્ = જે કારણથી, ત = તે કારણથી, તી = તે સમ્યગ્દષ્ટિ આત્માનો સર્વ = સર્વ પ્રકારનો (અર્થ – ધર્મ – અને કામ અને એમ ત્રણ પ્રકારનો) થોડા = પુરુષાર્થ -પ્રયત્ન-ચેષ્ટા, તે યોગ:= યોગ, માવત: = નિશ્ચયનયની અપેક્ષાએ, એમ શબ્દાર્થ જાણવો. ર૦૩
અન્ય પુરુષમાં આસક્ત એવી સ્ત્રીનો ભાવ (સ્ત્રીનું હૃદય - ચિત્ત) હંમેશાં ત્યાં (અન્ય પુરુષમાં) હોય છે. તે સ્વપુરુષનો સંયોગ બહારથી કરે છે. એટલે કે તે સ્વપુરુષની સેવાદિ રૂપ યોગ બહારથી આચરે છે. અને અંદરથી પરપુરુષના ભોગની ઈચ્છાજન્ય પાપફળ ઉત્પન્ન કરે છે. તેની જેમ આ સમ્યગ્દષ્ટિ આત્માનું ચિત્ત મોક્ષમાં અને શરીર સંસારમાં હોવાથી તેને બહારથી કુટુંબ પરિવારના નિર્વાદરૂપ યોગ, અને અંદરથી કર્મક્ષય રૂપ નિર્જરાફળ હોય છે. જેમ પરપુરુષ પ્રત્યેનું ચિત્ત પાપફળરૂપ છે. તેમ મોક્ષ પ્રત્યેનું ચિત્ત નિર્જરાફળરૂપ છે. એમદ્રષ્ટાન્ત દાષ્ટ્રત્તિકનો સમન્વય કરવો. ર૦૪
અહીંગ્રન્થિભેદથવાથી મોક્ષ સ્વરૂપ ઉત્તમ પદાર્થને જોતા એવા આ સમ્યગ્દષ્ટિ આત્માનું ચિત્ત ઈતરભાવોથી કુટુંબ પરિવારના નિર્વાહાદિ ભાવોથી) આકુળ-વ્યાકુલ
wોગશતક ૧૦મ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org