SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ એવા ધર્મને સાંભળવાની ઈચ્છાથી, ઉપરોક્ત વિશેષણોવાળા ધર્મશ્રવણ રૂપ આ વ્યાપાર (ધર્મપ્રવૃત્તિ) પણ શ્રાવકજીવોને મોક્ષની સાથે જોડતો હોવાથી ત્યાં પણ યોગ શબ્દની સાર્થકતા રહેલી છે. તેથી “મોક્ષની સાથે મુંજન” રૂપ અન્વર્થનો યોગ હોવાથી શ્રાવકોને પણ યોગ હોય છે એમ સિદ્ધ થયું. किं पुनर्यो भावनामार्गः?सबन्धुः परमध्यानस्य,सयोगएव,अनुष्ठेयश्चायं श्रावकेण । तथा पुण्यदेशे सङ्कलेशविघाताय पद्मासनादिना गुरुप्रणामपूर्वमर्थसन्तानेन असारोजीवलोकइन्द्रजालतुल्यः,विषकल्पाविषयाः, वज्रसारं दुःखम्, चलाः प्रियसङ्गमाः, अस्थिरा सम्पद्, दारुणः प्रमादः, महादौर्गत्यहेतुः, दुर्लभं मानुष्यं, महाधर्मसाधनम्, इति अलं ममान्येन, करोम्यत्र यत्नम्, न युक्ताऽत्रोपेक्षा, प्रभवति मृत्युः, दुर्लभं दर्शनं सद्गुरुयोगश्च' इति प्रशस्तभावगतेन । एवं चास्ति गृहिणोऽपि योगसम्भव इति । उक्तं च - આ પ્રમાણે (૧) ચૈત્યવંદન, (૨) યતિવિશ્રામણા, (૩) ધર્મશ્રવણ સ્વરૂપ કાયિક પ્રવૃત્તિમય અનુષ્ઠાનો જો યોગસ્વરૂપ હોય છે તો પછી સંસારની અસારતા અને અનિત્યતા આદિ ભાવના ભાવવા સ્વરૂપ જે ભાવના માર્ગ છે. તે તો યોગ કહેવાય જ તેમાં આશ્ચર્ય શું? કારણ કે આ ભાવનામાર્ગ તો ધર્મધ્યાન અને શુક્લધ્યાનાદિ પરમ ધ્યાનની પ્રાપ્તિનો પરમબંધુ છે. અને તેથી જ તે ભાવનામાર્ગને યોગ જ કહેવાય છે. તે ભાવનામાર્ગ રૂપ યોગમાર્ગ શ્રાવકે અવશ્ય આચરવો જોઈએ. તે આચરવા માટે નીચે મુજબ વિધિ સાચવવી જોઈએ. (૧) પવિત્ર ક્ષેત્રમાં બેઠક કરવી, અપવિત્ર ક્ષેત્રમાં વાતાવરણની અંદર ચોતરફ પથરાયેલાં અશુભ પુગલો ચિત્તની અપ્રસન્નતા માટે (સંકલેશ માટે) કારણ બને છે. પરંતુ જો પવિત્ર ક્ષેત્રમાં બેઠક હોય તો ત્યાં તે ભૂમિમાં પથરાયેલાં શુભ પુદ્ગલો સંકલેશ (ચિત્તની અપ્રસન્નતા આકુળ-વ્યાકુલતા)ના વિધાત માટે થાય છે. માટે પુણ્યદેશમાં બેઠક કરવી. (૨) પદ્માસન, પર્યકાસન, કાયોત્સર્ગાદિ કોઈ પણ એક મુદ્રા પણે બેસવું. જે મુદ્રામાં આપણો આત્મા દીર્ધકાળ સ્થિર રહી શકે આકુળ-વ્યાકુળતા ન આવે તે મુદ્રાએ બેસવું. (૩) પદ્માસનાદિ આસન પૂર્વક પવિત્ર ભૂમિમાં બેઠક જમાવ્યા પછી પરમ ઉપકારી ગુરુભગવન્તને હૃદયથી પ્રણામ કરવા પૂર્વક હવે કહેવાતા અર્થના સંદોહન I a યોગશક છે૧૦૨ a, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy