SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આ (મુનિ, અથવા મુનિમાં રહેલું) ચારિત્ર જ સર્વે શુભભાવોનું બીજ છે. અવધ્ય કારણ છે. ૮. આવું પ્રતિકુળતાભર્યું ચારિત્ર પાળવું. એ મહાન પરાક્રમ છે. ૯. આવા પ્રકારના જ્ઞાની-ધ્યાન-તપસ્વી-વૈરાગી અને અધ્યાત્મી એવા મહામુનિઓની મહાવિવેકના સારવાળી અને ઉત્તમસંવેગ પરિણામના સારવાળી એવી ઉચિત સેવાભક્તિ (વૈયાવચ્ચ) કરવી એ જ કર્તવ્ય છે. જીવનનો એ જ સાર છે. આવો ધર્મોપદેશ ધર્મગુરુઓએ શ્રાવકોને આપવો. (૩) શ્રવ થMવિષયમ- તથા પરમતારક એવા તીર્થંકર પરમાત્માઓની ધર્મવિષયક અનુપમ વાણી પરમગીતાર્થ અને સંવેગપરિણામી એવા ગુરુઓ પાસેથી અવશ્ય સદા સાંભળવી, એવો ધર્મોપદેશ ધર્મગુરુઓએ શ્રાવકોને આપવો. ૧. આ સંસારસાગરમાં શ્રતધર્મ=ધર્મદેશનાનું શ્રવણ એ જ અતિ ઉત્તમ છે. ૨. આ ધર્મશ્રવણ જ (શ્રતધર્મ જ) મોહ રૂપી અંધકારને હણવામાં સૂર્ય સમાન છે. ૩. આ શ્રુતધર્મ જ પાપો રૂપી આરોપીને સજા ફટકારતો પડહ છે. ૪. આ કૃતધર્મ જ સાંભળવા લાયક જગતના ભાવોમાં પ્રકર્ષાત્મક છે. પ. આ શ્રુતધર્મ જ આત્માને સ્વર્ગલોકમાં લઈ જવામાં મહાન્ સેતુ (પુલ) સમાન છે. ૬. આ ધર્મશ્રવણ જ ભાવામૃતના પાનમય છે. જેમ દૈવિક દ્રવ્યામૃતના પાનથી માણસ અમર બને છે (એવી લોકવાયકા છે) તેની જેમ જ આ ભાવામૃત પાનથી આત્મા સદા માટે યથાર્થ અમર બને છે. ૭. આ શ્રુતધર્મ મોક્ષનો માર્ગ બતાવનાર છે. ૮. આ ધર્મશ્રવણ જ વીતરાગભાવોની પ્રાપ્તિનું કારણ છે. ૯. આ શ્રુતશ્રવણ તીર્થંકરભગવન્તોએ અભિવ્યક્ત કરેલો છે. ૧૦. આ શ્રુતધર્મના શ્રવણથી બીજું કોઈ વધુ કલ્યાણકારી નથી. આવા પ્રકારના ઉત્તમોત્તમ હૈયાના ઉમળકા પૂર્વક ભાવોલ્લાસ સહિત, વિશિષ્ટ nયોગશાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy