________________
વીતરાગ છે. તેમને ફુલની માળા, નૈવેદ્ય અને ફળ મુકવાની શી જરૂર છે ? તેનો ઉત્તર આ પ્રમાણે સમજવો કે આ ફુલની માલા આદિ પ્રભુ માટે નથી પરંતુ પોતાના આત્માના કલ્યાણ માટે છે. ગૃહસ્થો સર્વહિંસાના ત્યાગી નથી. આત્માના શુભ પરિણામોની વૃદ્ધિ માટે જ જળ – ચંદન - પુષ્પાદિ પૂજા છે. આહારની મૂછ ઉતારવા અને અણાહારી પદની પ્રાર્થના માટે નૈવેદ્યનું ઢાંકણ છે. સંસારિક ફળોના ત્યાગપૂર્વક મોક્ષફળની યાચના માટે ફળપ્રદાન છે. માટે સાપેક્ષભાવે યથાર્થ જ છે. તેમ જ વિનાવિવેકે ફુલોના ઢગલા જ થાય તે પણ ઉચિત નથી. ઘણી જ હિંસા અને આશાતના થાય તે પણ ઉચિત નથી. માટે જૈનેતર લોકોની પૂજાનું ર્કેવળ અનુકરણ ન થઈ જાય તેવો વિવેક અવશ્ય રાખવો.
પ.ચૂટં અંગરચના,જિનેશ્વરપ્રભુના શરીરાદિની (પ્રતિમાજીની) અંગરચના (આંગી) કરવામાં પોતાની કુશળતાનો પૂર્ણ ઉપયોગ કરવો, દેદીપ્યમાન રાજ્યાવસ્થાસૂચક અંગરચના કરવી. (અહીં પણ કોઈ લોકો શંકા કરે છે કે વીતરાગ પ્રભુને શરીરની શોભા શું? તેનો ઉત્તર આ પ્રમાણે જાણવો કે પ્રભુ રાજ્યાવસ્થામાં આવા દેદીપ્યમાન હતા છતાં આ વૈભવને અસાર જાણી ત્યજી ત્યાગી બન્યા. મારો એવો અવસર ક્યારે આવે એવા ઉપનયથી અંગરચના છે).
૬. પડવાઘતિસદનમ = જિનેશ્વર પ્રભુની પૂજા કરતાં કંડુ (ખણજ) આવે, મચ્છર - માંકડના ઉપદ્રવો આવે, કીડી આદિ ચટકા ભરે તો પણ સમભાવે સહન કરવું.
૭. તજેવાગ્રતા - તે ભક્તિભાવમાં લયલીન બની પ્રભુ સાથે એકાગ્ર બનવું.
૮. સસ્તવપાડઃ – જિનેશ્વરદેવની સાથે તન્મયતા અપાવે એવાં ભાવવાહી, વૈરાગ્યવર્ધક, પ્રભુના ઉપકારોની સ્મૃતિ કરાવતાં સુંદર સ્તવનો ગાવાં.
૯. વિયવનમ્ - ચૈત્યવંદનાદિ સમસ્ત ધર્મક્રિયા શાસ્ત્રાનુસારે નિસીપી આદિ બોલવા પૂર્વક જયણાપૂર્વક વિધિ સહિત કરવી.
૧૦. શત્નuffધાનY – જયવીયરાયાદિ સુત્રો બોલવા પૂર્વક ભાવવિહલ બની મારા આત્માને ભવનિર્વેદ - માર્ગાનુસારિતા – ઈષ્ટફળ સિદ્ધિ આદિ પ્રાપ્ત થાઓએવી પ્રભુને વિનંતિ કરવા સ્વરૂપ મન-વચન-કાયાની (એમ ત્રણે પ્રણિધાનોની) તન્મયતા = કુશળતા =એકલીનતા પ્રાપ્ત કરવા પૂર્વક ચૈત્યવંદનાદિ કરવાં. જિનેશ્વર પ્રભુની પૂજામાં ઉપરનો સઘળો વિવેક અવશ્ય સાચવવો.
I થી
તા .
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org