________________
(૫) મતિવિશેષત: -બુદ્ધિપૂર્વક દાન આપવું, ક્યા જીવોની કેટલી પાત્રતા? ક્યા જીવને શું વધુ ઉપકા૨ક ? તે વસ્તુનું તેને દાન આપવું, વળી ક્યો જીવ કેટલો ઉત્તમ ? કેવી રીતે દાન કર્યું હોય તો લેનારને વધુ લાભદાયી થાય ઈત્યાદિ ચિંતનમનન કરવાવાળી બુદ્ધિપૂર્વક દાન આપવું.
(९) अकामादिविषयेण કામ એટલે ઈચ્છા, અકામ એટલે અનિચ્છા, બદલામાં કોઈ વસ્તુ લેવાની ઈચ્છા રાખવી નહીં, જો બદલાની વૃત્તિ રાખીએ તો વાટકી વ્યવહારની જેમ જેને આપ્યું હોય તેના પ્રત્યે રાગ-દ્વેષ જન્મે. જો બદલો વાળી આપે તો રાગ થાય, જો બદલો ન વાળી આપે તો દ્વેષ થાય. માટે બદલાની ઈચ્છા વિના જ દાન આપવું.
=
(૭) તથા વૃત્ત્વનત્યનન્તરં = વૃત્તિ - આજીવિકાને અન્ + અતિ +અનન્તર “અતિશય ઉલ્લંઘન કર્યા વિના પછી દાન આપવું. પોતાની આજીવિકા અતિશય તુટી ન જાય (જરા પણ હાનિ ન પહોંચે) તે રીતે વિચારીને દાન આપવું. અહીં મૂળ પાઠમાં ‘‘વિષયૈળવૃત્ત્વનત્યનન્તરં” શબ્દ છે. પરંતુ યોગભારતીમાં જ આ વાક્યને અન્તે પ્રશ્નાર્થક ચિહ્ન હોવાથી તથા કેટલાક ગીતાર્થ મહંતપુરુષોની સાથે આ પંક્તિનો અર્થ ખોલવા પ્રયત્ન કરતાં ઉપર મુજબ અર્થસંગત લાગે છે અને વિષયેળ પદ અશુદ્ધ હોય તેમ લાગે છે તેને બદલે “વિષયે’ લઈએ તો જ અર્થસંગત થાય છે. છતાં અમારો અર્થ પૂર્ણ છે તેમ ન સમજતાં ગીતાર્થ ગુરુજી પાસે વધારે અર્થ સમજવા પ્રયત્ન કરવો.
– (૩)જિનપૂજાવિધિ - અનંત ઉપકારી પરમાત્મા વીતરાગ દેવની દેશવિરતિધર શ્રાવકે અવશ્ય પૂજા કરવી. તે વખતે નીચે મુજબ વિધિ અવશ્ય સાચવવી ઃ
૧. સ્નાનાદિથી બાહ્યશરીર શુદ્ધિ કરવી તે દ્રવ્યશૌચ.
૨. રાગ-દ્વેષ વિષય – કષાય અને વાસનાના ત્યાગપૂર્વક અંતરંગ શુદ્ધ પરિણામ રાખવો તે ભાવશૌચ.
૩. આજીવિકાને બાધા ન આવે એટલો સમય અને એવા સમયે પૂજા કરવાનો આગ્રહ રાખવો.
૪. ઉત્તમ – સુગંધી સુંદર માળાદિ પ્રભુને ચડાવે, તથા ઉત્તમ પ્રકારનાં નૈવેદ્ય અને ફળોના થાળો પ્રભુ પાસે ધરે. (અહીં કેટલોક વર્ગ એવો પ્રશ્ન કરે છે કે ભગવાન
યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org