________________
નથી પરંતુ વર્તની જ છે. કારણ કે આ બોધિસત્ત્વ જીવો લક્ષ્યને વિંધનારા (યથાર્થ માર્ગને પામનારા) છે. અને તેના માટે અવધ્ધ ચેષ્ટાવાળા છે. અન્યદર્શનકારોએ પણ કહ્યું છે કે :
(પ્રથમ કક્ષાના ધર્મી જીવો) સર્વ દેવોને નમસ્કાર કરે છે. કોઈ દેવને આશ્રિત થતા નથી, ઇન્દ્રિયો અને ક્રોધને જીતનારા તેઓ નરકપાતાદિ દુર્ગોને પણ ઉલ્લંઘે છે.
આ પ્રમાણે મંદમિથ્યાત્વી આવા પ્રકારના જીવો હાપ્રાથમિક કક્ષાના હોવાથી વીતરાગ પરમાત્માને નમસ્કાર કરવામાં અપ્રવૃત્તિશીલ છે. હજા તેઓને વીતરાગ પરમાત્માની તો ઓળખાણ પણ થઈ જ નથી. તો પણ આપ્રાથમિક લૌકિકધર્માભિમુખતા એ જ કાલાન્તરે “ચારિચરકસંજીવન્યચકચારણ” નામના ન્યાય વડે વીતરાગ પરમાત્મા પ્રત્યે નમસ્કાર કરાવવામાં પ્રવર્તક બનનાર હોવાથી વ્યવહારથી અદુષ્ટ
- વારિ = ઘાસ / વર= ચરનાર | સંવની = તે નામની એક ઔષધિ અવર = નહિ ચરનાર / વાર = ચરાઈ જવાના | ચાન = ન્યાયથી
કોઈ સ્ત્રી પોતાનો પતિ પોતાને વશવર્તી રહે તેવા આશયથી તેની બહેનપણી પાસે પતિને વશ કરવાની વાત કરે છે. બહેનપણી તેને તેવા પ્રકારનું ઔષધ બતાવે છે. તે ઔષધના પાનથી પુરૂષ-પુરૂષ મટી બળદ થઈ જાય છે. કાયમ સ્ત્રીને પરવશ તો પતિ થયો. પરંતુ સ્ત્રીના દુઃખનો પાર ન રહ્યો. તે દરરોજ તેને ઘાસ ચરાવે છે. જંગલમાં લઈ જાય છે. એક વખત એક વૃક્ષ નીચે તે પત્ની સૂતી છે અને બળદ બેઠો બેઠો વાગોળે છે. ત્યાં ફરતું ફરતું એક વિદ્યાધરયુગલ આવ્યું. તેઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો કે આ ખરેખર બળદ નથી, મૂળ પુરૂષ છે. આ જ ખેતરમાં સંજીવની નામની ઔષધિ છે. તે જો ચરાવવામાં આવે તો આ બળદ પુનઃ પુરૂષ થઈ શકે. આ વાર્તાલાપ સ્ત્રીએ સાંભળ્યો. તેણે આખા ખેતરનો ઘાસચારો ધીરે ધીરે બળદને ચરાવ્યો. તેમાં સંજીવની પણ આવી. તે ચરતાં બળદ અનાયાસે આપોઆપ પુરૂષ થઈ ગયો. તે ન્યાય અહીં લગાડવો. જેમ બળદ ખેતરનો ઘાસચારો ચરતાં ચરતાં સંજીવની ચરાઈ જવાથી મૂળમાર્ગે પુરૂષ થઈ ગયો, તેની જેમ આ મન્દમિથ્યાત્વી જીવ લૌકિક ધર્મ કરતાં કરતાં આપોઆપ ધર્માભિમુખતા હોવાથી કાલાન્તરે લોકોત્તરધર્મમાં આવી જાય છે, માટે પ્રારંભમાં લૌકિકધર્મમાં ધર્માભિમુખતાપૂર્વક
Wયોગથઇ જ ૮૪ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org