________________
સ્થાપના કરી. અને આ શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાની સ્થાપનામાં પણ તેઓશ્રીએ જ પ્રેરણા કરી હતી. અને તેઓ દ્વારા સ્થપાયેલી પાઠશાળા જેવી જ્ઞાનની સંસ્થા ૧૦૦ વર્ષ પૂરાં કરે અને હજી જુવાનની જેમ ચાલે તેમાં ઉપદેશકની નિષ્ઠાનો પણ ફાળો સ્વીકારવો જોઈએ. એ તે ગૌરવનો વિષય છે.
તેઓને ત્રણ શિષ્યો હતા : ૧. મુનિશ્રીદીપવિજયજી અને ૨. મુનિ શ્રીધર્મવિજયજી અને ૩. મુનિ શ્રીધરણેન્દ્રવિજયજી. સ્વયં પોતે પરમ નિઃસ્પૃહી હતા.
શ્રી સિદ્ધગિરિરાજ પ્રત્યે તેમને અગાધ ભક્તિ હતી.
ગિરિરાજની તળેટીમાં ઊભા રહીને યાત્રા કરવા જતાં યાત્રિકોને ભારપૂર્વક સમજાવતા હતા. આશાતના ન કરવી. લઘુશંકા, વડી શંકા ન કરવી. પાણી પીને કોગળા ન કરવા. પ્યાલામાં પાણી પીને છેલ્લે ગિરિરાજ ઉપર ઢોળવું નહીં. અને એંઠું પાણી ઢોળવું પડે તેમ હોય તો આપણા રૂમાલ કે તેના જેવા કપડામાં ઢોળવું. વગેરે વગેરે વાતો સમજાવતા. પોતે ગિરિરાજને સુવર્ણનો છે. તેવું માનતા ને કહેતા ને શત્રુંજયનદી ઘીની છે તેવું કહેતા.
વિ. સં. ૧૯૫૪માં સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમની સ્થાપના તેમની પ્રેરણાથી જ થઈ છે અને તેઓનો સ્વર્ગવાસ પણ પાલિતાણામાં જ થયેલો. છેલ્લે તેઓ બિમાર પડ્યા. ઉપચાર માટે ભાવનગર પધારેલા. પણ છેલ્લે તેમને આગ્રહ રાખેલો કે મને પાલિતાણા જ લઈ જાવ. અને એ રીતે પાલિતાણા પધાર્યા પછી વિ. સં. ૧૯૫૮ના અષાઢ સુદિ તેરસના દિવસે સમાધિપૂર્વક શુભધ્યાનમાં લીન બનીને સ્વર્ગવાસી થયેલા.
તે વખતના મહત્ત્વના ગણાતા તત્ત્વવિવેચક નામના માસિકમાં તેઓ કાળધર્મ પામ્યા તેની વિગતવાર નોંધ આવી હતી તે જોતાં તેઓના બાહ્ય-આત્યંતર વ્યક્તિત્વનો પરિચય મળે છે. તે નોંધ આ પ્રમાણે છે :
વિ. સં. ૧૯૫૮ ના અષાડ સુદ-૧૩ : કાળધર્મ દિલગીરી શ્રી સિદ્ધક્ષેત્રમાં મુનિ મહારાજશ્રી દાનવિજયજીના કાળ થવાની ખબર લખતાં અમને અત્યંત દિલગીરી થાય છે. પોતાને સંસ્કૃત ભાષાનું ઉત્તમ પ્રકારનું જ્ઞાન હતું અને ન્યાયમાં એવા કુશળ હતા કે જૈન મુનિઓમાં નૈયાયિક તરીકે તેમના જેવા વિરલા જ હશે. શ્રી સિદ્ધગિરિરાજ ઉપરની આશાતના ટાળવાને માટે અહર્નિશ ઉપદેશ દ્વારા પ્રયત્ન કરતા. અને તે ઉપર તેમનો એટલો અપૂર્વ ભક્તિભાવ હતો કે શ્રી સિદ્ધગિરિજી મહારાજની શીતળ છાયામાં રહીને આશાતના સંબંધી વ્યવસ્થામાં બનતો સુધારો કરવામાં પોતે પોતાની જિંદગી અર્પણ કરી હતી. અનેક ઉત્તમ શ્રાવકો તેમનો ઉપદેશ અંગીકાર કરી પોતાનું બનતું કરતાં હતાં અને પોતે ખરાવાદી હોવાથી કદાચ પોતાના ગિરિરાજ ઉપર અત્યંત ભક્તિભાવથી કોઈને અતિ પ્રેરણાપૂર્વક કહેવું પડતું. તો પણ બનતા પ્રયાસે તેનો અમલ થતો તેમ જ વળી પોતે પણ દર્શનના સ્વરૂપમાં એટલા ઊંડા ઊતરેલા હતા કે અનેક અન્ય પુરુષો જેઓ તેમના સમાગમમાં આવ્યા હતા તેઓ તેમના જ્ઞાનથી
સૌજન્ય : ચંદુલાલ ચુનીલાલ શાહ પરિવાર, મુંબઈ
[૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org