________________
પંજાબમાંથી જે વખતે પૂજયપાદ બુટેરામજી મહારાજ, પૂજય મૂલચંદજી મહારાજ, પૂજય વૃદ્ધિચન્દ્રજી મહારાજ, પૂજ્ય આત્મારામજી મહારાજ વગેરે જ્યારે અહીં ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમની સાથે જ આવેલા પૈકીના એક તે આ પૂજયપાદ મૂલચંદજી મહારાજના શિષ્ય પંજાબી દાનવિજયજી મહારાજ. વ્યાકરણશાસ્ત્રના અને ખાસ કરીને તો ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન. તેઓ નૈયાયિક જ કહેવાતા હતા. વિદ્યાના પરમ અનુરાગી, જ્ઞાનના ખૂબ પ્રેમી. ભણવું ભણાવવું – આ તેમના મુખ્ય રસના વિષયો.
પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની દીક્ષા ભાવનગરમાં થઈ અને તે પછીના થોડા જ સમયમાં તેમને ભણવા માટે પાલિતાણામાં આ પૂજય પંજાબીદાનવિજયજી મહારાજ પાસે રાખવામાં આવ્યા હતા.
તેઓની અધ્યાપનકળા પણ ઠોસ હતી. તેમની પાસે ભણનારો નક્કર વિદ્વાન બની જતો.
અને તેઓ જ્યાં જાય ત્યાં જો કોઈ ભણનાર મળી જાય તો હૃદય ઠાલવીને તેને ભણાવે. કશા મારા-તારાના ભેદ વિના ભણાવે.
બહુ વર્ષો પહેલાંની વાત છે. કદાચ વિ. સં. ૧૯૪૦ આસપાસનાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં વિચરતા હતા. કચ્છ-માંડવીમાં ચોમાસું હતું. ત્યાં સ્થાનક પરંપરાના શ્રી વ્રજપાલજી મહારાજ વગેરે ૧૮ સાધુઓ પણ ચોમાસું હતા. તે કાળ અને તે સમયે અને તે ગામમાં ભણવા માટે સ્થાનકમાર્ગી સાધુઓ મૂર્તિપૂજક સાધુની પાસે ભણવા જાય અને તેઓ પણ તેમના ઉપાશ્રય જાય તે ઘણા આશ્ચર્યની વાત ગણાય.
પણ પંજાબી દાનવિજયજી મહારાજનું વાત્સલ્ય અને ભણાવવાનું કૌશલ્ય એવાં કે લોકો શું કહેશે તેવી દરકાર કર્યા વિના તેઓ બધા સાધુ ભણવા આવતા. શ્રી ભગવતીજી સૂત્રની વાચના ચાલતી. પ્રસંગોપાત્ત અન્યાન્ય બાબતોની પણ ચર્ચા ચાલતી. શાસ્ત્રીય વિષયો તર્કસંગત રીતે સમજાવતા. ખૂબ રસ પડ્યો. અને સત્યપ્રેમી એવા તેમના મનમાં હલચલ મચી. મૂર્તિપૂજક સંપ્રદાયમાં ભળવા સુધીનો નિર્ણય કરી લીધો. પણ જુગો જૂના સંસ્કારના વારસદારોએ એમ થવા ન દીધું.
એટલે તેઓ અને બાહ્ય આચારથી ન ભણ્યા પણ મન તો મૂર્તિમાન્યતાથી પૂર્ણ રંગાઈ ચૂક્યું હતું. તેથી જ્ઞાનના ગાઢ પ્રેમી એવા શ્રી વ્રજપાલજી વગેરેએ પોતાની પરંપરાના સાધુઓને ઉદાર મતવાદી બનાવ્યા. અને તેના પ્રભાવે આજે આપણને કચ્છમાં આવું સુલેહ-સંપ-અને સુમેળભર્યું પરસ્પરનું વાતાવરણ જોવા મળે છે
પંજાબી દાનવિજયજી મહારાજ જ્યાં જાય ત્યાં પઠન-પાઠનનો ઉપદેશ ખૂબ ભારપૂર્વક આપતા. પાઠશાળા સ્થાપવા માટે પૂરા પ્રયત્ન કરતા. પાલિતાણા ગામમાં જે બુદ્ધિ સિંહજીબાબુ જૈન સંસ્કૃત પાઠશાળા છે તે વિ. સં.-૧૯૫૪માં તેઓશ્રીના ઉપદેશથી જ સ્થપાયેલી છે.
વિ. સં. ૧૯૫૪ના ચોમાસામાં સુરેન્દ્રનગરમાં શ્રી મુક્તિવિજયજીગણી જૈન પાઠશાળાની
[૩૮] સૌજન્ય : શ્રી ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર રિખવચંદ શાહ (લીંચવાળા), મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org